Video: સાપ સાથે સ્ટંટ કરી રહ્યો હતો વ્યક્તિ, ત્યારે જ ઉછળીને પ્રાઈવેટ પાર્ટમાં બચકું ભરી લીધું

ઘણીવાર જીવ જંતુ કે પ્રાણીઓ સાથે મસ્તી કરવી લોકોને ભારે પડી જાય છે. હસવામાંથી ખસવુ થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમા એક વ્યક્તિને સાપ સાથે મસ્તી કરવી ભારે પડી ગઈ છે. જ્યારે આ યુવક સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો ત્યારે ગુસ્સામાં આવીને સાપે એવી જગ્યાએ ડંખ મારી દીધો કે ભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે.

સાપ એક ઝેરી જીવ છે તેની મસ્તી ન કરવી જોઈએ. કારણ કે તેની સાથેની મસ્તી ક્યારેક જીવ લઈ શકે છે. પરંતુ આપણે સમાજમાં જોઈએ છીએ કે ઘણા લોકોને રીસ્ક લેવાનો ઘણો શોખ હોય છે. હવે આ યુવાનને જ જોઈલો ભાઈએ રીસ્ક લીધુ અને હવે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સાપને પકડીને તેની સાથે સ્ટંટ કરી રહ્યો છે. આ દરમિયાન સાપ ગુ્સ્સે થઈ જાય છે અને તેના પર હુમલો કરી દે છે. જ્યારે પહેલીવાર સાપ હુમલો કરે છે ત્યારે તે વ્યક્તિ પોતાની જાતને તેનાથી બચાવી લે છે પરંતુ તે ફરી સાપને સળી કરવા લાગે છે.

આ વ્યક્તિએ ફરી સાપની પૂછડી પકડી અને તેની સાથે મસ્તી કરવા લાગ્યો. આ દરમિયાન સાપે ઉછળીને તેના પ્રાઈવેટ પાર્ટમાં બચકુ ભરી લીધુ. આ ઘટના જોઈને ત્યાં હાજર બધા હસવા લાગે છે. પરંતુ આ ભાઈની હાલત ખરાબ થઈ જાય છે અને જોર જોરથી રાડો પાડવા લાગે છે.

આ વીડિયો ઈન્સ્ટ્રાગ્રામ પર 1dangerous_indian નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લાઈક મળી ચૂકી છે. લોકો વારંવાર આ વીડિયો જોઈ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. તો બીજી તરફ આ વીડિયો જોયા બાદ યૂઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો સલાહ પણ આપી રહ્યા છે.

YC