વાયરલ

શાંત ખિસકોલી ઉપર અચાનક સાપે કર્યો હુમલો, પછી બંને વચ્ચે થઇ એવી લડાઈ કે જુઓ વીડિયોમાં આખરે કોની થઇ જીત ?

જ્યારે પણ આપણે આપણી આસપાસ ખતરનાક અને ઝેરી સાપને જોઈએ છીએ ત્યારે આપણે પણ ડરી જઈએ છીએ. સાપને જોઈને ભલભલાની હાલત ખરાબ થઇ જાય છે. એટલું જ નહીં, કોઈપણ સાપ દેખાતા જ ત્યાંથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો છે. જેમાં સાપ હુમલો કરીને અન્ય જીવોને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. આપણે ઘણીવાર સાપ અને નોળીયા વચ્ચેની લડાઈ જોઈ છે. પરંતુ શું તમે ક્યારેય એવો વીડિયો જોયો છે જેમાં સાપ ખિસકોલી સાથે લડી રહ્યો હોય? હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં સાપ અને ખિસકોલી વચ્ચે લડાઈ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ખિસકોલીને હલતી જોઈને સાપ અટકી જાય છે અને પછી અચાનક તેના પર હુમલો કરે છે. સાપે ખિસકોલી પર હુમલો કરતાની સાથે જ ખિસકોલીએ પણ વળતો પ્રહાર કર્યો. સાપે ખિસકોલીની ગરદન ખૂબ જ મજબૂતીથી પકડી લીધી.

પરંતુ ખિસકોલીએ પણ પીછેહઠ કરી ન હતી. તેણે મોં વડે સાપનું માથું પકડી લીધું. આ કારણે સાપની ઈજાને કારણે થોડીવાર પછી તેણે ખિસકોલીની ગરદન છોડી દીધી. આ પછી સાપ બીજી તરફ જવા લાગ્યો પરંતુ આ પછી પણ ખિસકોલી તેનો પીછો છોડતી નથી. વીડિયોમાં આગળ ખિસકોલી સતત સાપ પર હુમલો કરે છે. જ્યાં સુધી સાપ મરી ન જાય ત્યાં સુધી તે સાપ પર હુમલો કરતી રહે છે.

આ ઉપરાંત સાપ પણ છેલ્લી ઘડી સુધી પોતાને બચાવવા માટે લડતો રહ્યો. ખિસકોલીએ તેને ફરીથી હુમલો કરવાની તક પણ ન આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જે કોઈ જોઈ રહ્યા છે તે દંગ રહી જશે. આ વીડિયો કેટલાક લોકોએ પોતાના ફોનમાં કેપ્ચર કર્યો હતો. આ વીડિયો ઘણા અઠવાડિયા પહેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો, જે હજુ પણ વાયરલ થઇ રહ્યો છે.