એક બીજાના લોહીના તરસ્યા હતા સાપ અને નોળિયો, ભીષણ યુદ્ધનો વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ ચીસ નીકળી જશે

સોશિયલ મીડિયા ઉપર રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સને સાપના વીડિયો જોવાનું પણ ખુબ જ પસંદ હોય છે. ગામમાં રહેતા ઘણા લોકોએ સાપ અને નોળીયાની લડાઈ જોઈ હશે, પરંતુ શહેરમાં રહેતા લોકોને આ ખબર નહીં હોય.

હાલ સોશિયલ મીડિયામાં એક સાપ અને નોળિયાની લડાઈનો ભયાનક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સાપ અને નોળિયો જયારે એક બીજાની સામે હોય છે ત્યારે એક બીજાના લોહીના તરસ્યા બની જાય છે. સાપ અને નોળીયાની લડાઈ જોઈને ઘણીવાર તો મોઢામાંથી ચીસ પણ નીકળી જતી હોય છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો જોવા મળશે, ત્યારે આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

આ વીડિયોમાં સાપ અને નોળિયો એકબીજાના લોહીના તરસ્યા જોવા મળે છે. સાપ અને નોળિયો ક્યારેય એક જ જગ્યાએ રહી શકતા નથી. જો કે, જ્યારે બંને સામસામે આવે છે, ત્યારે વાતાવરણ લોહીલુહાણ થઈ જાય છે. ટ્વિટર પર સાપ અને નોળીયાની ખતરનાક લડાઈનો વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે, તે જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. વીડિયોમાં નોળિયા અને સાપની ફાઈટ જોવા મળી રહી છે. માત્ર 42 સેકન્ડના વિડિયોમાં બંને પોતાની પૂરી તાકાત લગાવતા જોવા મળી રહ્યા છે.

તમે જોશો કે ક્યારેક નોળિયા પર સાપ સિસોટ કરે છે તો ક્યારેક નોળિયો સાપ પર હુમલો કરે છે. આ યુદ્ધમાં બંને એકબીજા પર ભારે પડતાં જોવા મળે છે. જો કે, અંતે નોળિયો સાપને પછાડે છે અને તેને ઇજા પહોંચાડે છે. આનાથી ડરીને સાપ ત્યાંથી ભાગવા લાગે છે. બીજી તરફ નોળિયો પણ સાપને છોડવાના મૂડમાં નથી. તે પુર ઝડપે સાપનો પીછો કરે છે. આ દરમિયાન મોકો મળતાં જ સાપ બિલમાં ઘૂસી જાય છે. વીડિયો જોઈને લાગે છે કે જો સાપ બિલમાં ન ઘૂસ્યો હોત તો બેમાંથી એકનું મોત નિશ્ચિત હતું.

Niraj Patel