દેશની સૌથી સૌથી સુરક્ષિત જેલોમાંની એક જોધપુર સેંટ્રલ જેલ એકવાર ફરી વિવાદમાં આવી છે. આ જેલમાં બંધ કુખ્યાત બદમાશોની બૈરક પાસેથી સ્માર્ટ ફોનનો ખજાનો જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ડીસીપી પૂર્વ જોધપુર કમિશ્નરેટ ધર્મેંદ્ર સિંહ યાદવના નેતૃત્વમાં ગુરૂવારે મોડી રાત્રે રાતાનાડા પોલિસ અધિકાારી લીલારામ સહિત પોલિસ સ્પેશિયલ ટીમે જોધપુર સેંટ્રલ જેલમાં મોડી રાત્રે શોધખોળ અભિયાન ચલાવ્યુ હતું.

આ શોધખોળ દરમિયાન સેંટ્રલ જેલમાંથી પોલિસને 17 મોબાઇલ, 18 સિમ કાર્ડ અને 3 ચાર્જર મળ્યા હતા. જે બાદ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોધપુર સેંટ્રલ જેલમાં કથાવાચક આસારામ સહિત પૂર્વમંત્રી મહિપાલ સિંહ મદેરણા અને પૂર્વ વિધાયક મલખાન સિંહ પણ બંધ છે.

હિરણ શિકાર મામલે બોલિવુડ અભિનેતા સલમાન ખાન પણ આ જેલમાં આવી ચૂક્યા છે. ત્યાં કેટલાક આતંકી પણ આ જેલમાં રહી ચૂક્યા છે.

એવામાં આ સંવેદનશીલ જેલમાં મોબાઇલ મળવા એ આશ્ચર્ય જનક વિષય તો છે જ પરંતુ જેલના કર્મચારીઓ દ્વારા કેદીઓ સુધી મોબાઇલ પહોંચાડવાનો પણ શક પેદા કરે છે.