મનોરંજન હેલ્થ

પ્રેગ્નન્સી પછી બાલિકા વધુની હિરોઈને ટૂંક સમયમાં કઈ રીતે ફિટ બોડી બનાવી? આ રહી ટિપ્સ

મેરી આશિકી તુમસે હે અને બાલિકા વધુ ફેમ સ્મૃતિ ખન્ના ગયા મહિને જ દીકરીને જન્મ આપ્યો છે. ડિલિવરી બાદ સ્મૃતિ ખન્ના ખુબ જ ચર્ચામાં છે, કારણ કે ડિલિવરીના ત્રણ દિવસ બાદ તેનું ફિગર પહેલા જેવું સ્લિમ ટ્રિમ થઇ ગયું છે. તેણે પોસ્ટ પ્રેગ્નેન્સી ફોટોઝ શેર કરીને પોતાના લુકથી ફેન્સને ચોકાવી દીધા છે.

હવે ડિલિવરી બાદ સ્મિતિએ પોતાની ફિટનેસ સ્ટોરી ખુલીને શેર કરી છે. એક અખબાર સાથે તેણે વાત કરતા જણાવ્યું કે,`ડિલિવરી બાદ 10થી 15 દિવસ સુધી કંઇ પણ કરવું તે શક્ય જ નથી, મેં પણ કંઇ જ કર્યું નથી.’

એક્ટ્રેસે કહ્યું કે,`બ્રેસ્ટ ફીડિંગ કારણે મારી બોડીમાં ફ્લૂડ્સ ઓછા થઇ ગયા હતા. અત્યારે લોવર બેલી છે જેને જવામાં હજી થોડો સમય લાગશે. મારો ચહેરો કે હાથ-પગ ભરાવદાર થયા જ ન હતા.’

એક્ટ્રેસ સ્મૃતિ ખન્નાએ પ્રેગ્નેટ મહિલાઓને યોગ કરવાની સાથે વોક કરવાની સલાહ આપી છે. સ્મૃતિએ એમ પણ કહ્યું છે કે, `નોર્મલ ડિલીવરી વધુ હિતાવહ છે, કારણ કે તેના બાદ તમે જલ્દી ઠીક થઇ શકો છો.’

સ્મૃતિ ખન્નાએ પોતાની પ્રેગ્નેસી સ્ટોરીને લઇને એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં સ્મૃતિને બ્રેસ્ટ ફીડિંગ અને સ્ટ્રેચ માર્ક્સનો કંટ્રેલ કરવાની રીત બતાવી છે.

એક્ટ્રસે વીડિયોની સાથે લખ્યું છે કે,`પેરીનિયલ મસાજ વિશે જણાવાનું ભૂલી જ ગઇ, જે ગર્ભવતી મહિલા પ્રેગ્નેલીના 36 અઠવાડિયામાં શરુ કરી શકે છે. તેનાથી એપિસિયોટીમી(બાળકના જન્મ સમય કરવામાં આવતો સર્જિકલ કટ)થી બચી શકાય છે. મેં એપિસિયોટીમીને પસંદ કર્યું છે. તમે પણ તેના વિશે તમારા ડોક્ટર સાથે વાત કરી શકો છો.’

સ્મૃતિએ પોતાના અનુભવ શેર કરતા લખ્યું કે,`પ્રેગ્નેસીની ત્રીજી ટ્રિટમેન્ટમાં સ્વીમિંગ કરવું ખૂબ જ સરળ એક્સરસાઇઝ છે. હું પ્રેગ્નેસીના આઠમાં અને નવમાં મહિનામાં બે-ત્રણ વાર સ્વીમિંગ કરતી હતી.’

ઉલ્લેખનીય છે કે ટેલિવિઝન અભિનેત્રીએ 15 એપ્રિલના દિવસે જ દીકરીને જન્મ આપ્યો છે. હોસ્પિટલમાંથી જ દીકરીનો ફોટો પણ શેર કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.