દિલધડક સ્ટોરી નારી વિશે

જે 5 દિકરીઓને પિતાએ ઘરમાંથી હાંકી કાઢી, એમણે અપાવ્યુ સન્માન, સ્મૃતિ ઇરાનીએ શૅર કર્યો VIDEO

આજે પણ આપણા ભારત દેશમાં દીકરીઓને બોજ માનવામાં આવે છે. આજે પણ દીકરીઓઓને નાની ઉંમર લગ્ન કરી દેવામાં આવે છે. આવા કુરિવાજો આજે પણ હજુ સુધી છે. ત્યારે ઘણી વાર એવી કહાનીઓ આપણી સામે આવી જતી હોય છે કે જે આ બધા જ કુરિવાજો સામે જીત મેળવી ડંકો વગાડતી હોય છે. કંઈક આવી જ કહાની આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

Lakme Fashion Week • Designer_ @ridhimehraofficial Show Director_ My favorite ❤️ @iamneerajgaba MUH_ @danielcbauer Photo_ @shivaji_juvekar

A post shared by Nisha Yadav (@nisha.yadav.official) on

સ્મૃતિ ઈરાનીના ઇન્સ્ટાગ્રામમાં એક રાજસ્થાની મોડેલના સંઘર્ષથી લઈને સફળતા સુધીની કહાની શેર કરી છે. આ વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

Day 1 @lakmefashionwk Designer_ @_anatomy_gaurav Photo_ @graziaindia Show director_ @iamneerajgaba MHU _ @namratasoni @dutta_preeti

A post shared by Nisha Yadav (@nisha.yadav.official) on

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રવિવારે ખતમ થયેલો ‘લેકમે ફેશન વીક’માં નિશા યાદવ નામની રાજસ્થાનો મોડેલની કહાની દુનિયા સામે પેશ કરી છે. તેના માટે સ્મૃટી ઈરાનીએ ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો હતો. જેમાં તેઓએ રાજસ્થાનની એક વકીલ અને મોડેલ નિશા યાદવની કહાની શેર કરી છે. આ વિડીયોમાં તેઓએ તેની સફળતાની વાત કરી છે. નિશાને આ સફળતા સંઘર્ષ અને તનતોડ મહેનત કર્યા બાદ મળી છે.

 

View this post on Instagram

 

Day 4 @lakmefashionwk • Designer_ @bloni Show director_ @vibhaz Make-up_ @namratasoni

A post shared by Nisha Yadav (@nisha.yadav.official) on

વીડિયોમાં તેઓએ કહ્યું છે કે, હું ઇચ્છુ કે તમે બધા નિશા યાદવને મળો. તેનામાં ઘણું છે જે શીખવા જેવું છે,, નિશા ફક્ત મોડેલ જ નથી. પરંતુ રાજસ્થાનમાં એલએલબીનો અભ્યાસનું બીજું વર્ષ પૂર્ણ કરી લીધું છે. ત્રીજા વર્ષનું ભણતર ચાલુ છે. નિશા દિલ્લીમાં પ્રેક્ટિસ કરી રહી છે.

એક મિનિટની વિડીયો ક્લિપમાં સ્મૃતિ ઈરાનીએ પણ કહ્યું હતું કે, નિશા યાદવ સ્કૂલે જવા માટે દરરોજ 6 કિલોમીટરનું સફર કરતી હતી. તો જયારે નિશાએ નાની ઉંમરે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો તો તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. જયારે તેની બહેનોએ નિશાને સમર્થન કર્યું ત્યારે તેના ઘરવાળાઓએ તેને પણ બહાર નીકળી જવાનું કીધું હતું.

નિશાએ આ વીડિયોમાં બાવુક થઈને કહ્યું હતું કે, હવે બધું ઠીક ચાલી રહ્યું છે. ઘરવાળાઓએ અપનાવી લીધા છે. સાથે જ કહ્યું હતું કે,તેની ચાર બહેનોને પણ સફળતા મળી છે. જેમાં એક આઈએએસ અધિકારી, બીજી પોલીસમાં, ત્રીજી સોફ્ટવેર એન્જીનીયર છે. જયારે ચોથી પ્રોફેસર છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, આનો મતલબ એ છે કે, દીકરીઓના લગ્ન ત્યારે જ કરવાના જયારે તેનું ભણતર પૂરું થઇ જાય. અને તે ખુદ લગ્ન માટે તૈયાર હોય.

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks