બૉલીવુડની 60-70ના દાયકામાં મશહૂર એક્ટ્રેસમાં જેની ગણના થાય છે તે સ્મિતા પાટીલને હિન્દી સિનેમા જગત ક્યારે પણ નહીં ભૂલી શકે. સ્મિતા પાટીલ હિન્દી ફિલ્મી જગતમાં ફક્ત 10 વર્ષ જ રહ્યા હતા પરંતુ જે રીતે તેનું વર્ચસ્વ જમાવી લીધું હતું તે જોઈને તે સમયે કોઇ પણ સ્ટાર ડરી જતા હતા. સ્મિતા પાટીલે તેના સશક્ત એક્ટિંગથી પહેચાન બનાવી હતી.
સ્મિતા પાટીલનો જન્મ 17 ઓક્ટોબર 1956માં થયો હતો. સ્મિતા પાટીલે 31 વર્ષની ઉંમરમાં એટલે કે, 13 ડિસેમ્બર 1986માં નિધન થઇ ગયું હતું.

સ્મિતા પાટીલની ફિલ્મોમાં એક્ટિંગને લઈને જેટલી પ્રશંસા કરવામાં આવતી હતી તો બીજી તરફ એક્ટર અને રાજકારણી એવા રાજ બબ્બરથી જોડાયેલા તેના સંબંધની ચર્ચા પણ કરવામાં આવતી હતી. સ્મિતા પાટીલ વિષે તે સમયે ચર્ચા કરવામાં આવતી હતી કે, તેને રાજ બબ્બર અને નાદીરા બબ્બરનું ઘર તોડાવ્યું હતું. આ વાતને લઈને સ્મિતાને તેની માતા પાસેથી સાંભળવું પડતું હતું.

સ્મિતા પાટીલની માતા તેના અને બબ્બરના સંબંધની વિરુદ્ધમાં હતી. સ્મિતાની માતાનું કહેવું હતું કે, જે સ્મિતા મહિલાઓના અધિકાર માટે લડતી તે કોઈનું ઘર કેવી રીતે તોડાવી શકે. પરંતુ રાજ બબ્બર સાથેના સંબંધને લઈને સ્મિતાએ તેની માતાની એક પણ વાત સાંભળી ના હતી.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવે છે કે, ફિલ્મ ‘ભીગી પલકે’ દરમિયાન સ્મિતા પાટીલ અને રાજ બબ્બને પ્રેમ થઇ ગયો હતો. 80ના દાયકામાં બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ બબ્બર કહેતા હતા કે, તે તેની પત્ની નાદીરાથી અલગ થઈને સ્મિતા સાથે લગ્ન કરી લેશે. પરંતુ એવું કંઈ થયું ના હતું રાજ ધીરે-ધીરે સ્મિતાને તેના મિત્રવર્તુળથી પણ દૂર રાખવા લાગ્યા હતા.
સ્મિતા પાટીલ હંમેશા કહેતી હતી કે, હું મરી જાવ તો મને સુહાગનની જેમ તૈયાર કરજો. મર્યા બાદ તેની અંતિમ ઈચ્છા મુજબ સ્મિતાના મૃતદેહને મેકઅપ આર્ટિસ્ટ અને તેનો ભાઈ દિપક સાવંતે સ્મિતાની ફેવરિટ મેકઅપ કીટથી મેકઅપ કરી દીધો હતો.

ઘણા લોકો કહી રહ્યા હતા કે, તેને એ વાતનો અંદાજો હતો કે, તે વધુ સમય નહીં રહે. સ્મિતા પાટીલ તેના બાળક (પ્રતીક બબ્બર)નો જન્મ થતા કોઈ તકલીફને કારણે 13 ડિસેમ્બરે તેને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.