CSK અને RCBની મેચમાં જોવા મળ્યો અનોખો નજારો, યુવતીએ ઘૂંટણીએ બેસીને યુવકને કર્યો પ્રપોઝ, વીડિયો થયો વાયરલ

હાલ દેશભરમાં IPLનો માહોલ પૂર બહારમાં જામ્યો છે. ગઈકાલે ચેન્નાઇ અને બેંગલુરુ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો. આ મેચમાં ચેન્નાઇની હાર થઇ. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત હેડલાઈન્સ બની તે પહેલા તેના એક ફેન્સની લવ સ્ટોરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

મેચ ચાલુ હતી અને પરિણામ હજી બહાર આવ્યું ન હતું કે પુણેના સ્ટેડિયમમાં હાજર આરસીબીના એક પ્રશંસક સામે છોકરી તેનું દિલ હારી ગઈ. તેણે તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. તેને ઘૂંટણિયે બેસી છોકરાને પ્રપોઝ કર્યું. મોટા ભાગના કિસ્સાઓમાં ઘૂંટણિયે બેસવાનું કામ છોકરાઓ કરે છે. પરંતુ, અહીં મામલો પલટાયો હતો. આરસીબીના ફેન્સ માટે તેની ગર્લફ્રેન્ડ ઘૂંટણિયે બેસીને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી હતી.

એક વાત સ્પષ્ટ છે કે આ પ્રેમ LIVE મેચમાં ન થયો હોઈ શકે.તેનો સિલસિલો લાંબો હોવો જોઈએ. જેણે સ્ટેડિયમમાં ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચેની મેચના ઉત્તેજના વચ્ચે નવી ઉડાન ભરી છે.  કહેવાય છે કે પ્રેમ કોઈનાથી છૂપો રહેતો નથી અને પછી તેમનો પ્રેમ પ્રસારિત થયો. મેદાનમાં લાગેલા દરેક કેમેરામાં હવે આ પ્રેમી યુગલની દરેક ઝલક કેદ થઈ ગઈ હતી. બંનેએ એકબીજાને કેવી રીતે જોયા? યુવતીએ ઘૂંટણિયે પડીને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું, જે RCBનો ફેન હતો. કેવી રીતે તેણે પ્રસ્તાવ સ્વીકાર્યો અને પછી છોકરીને ગળે લગાવી. તેમના પ્રેમનો આ મોહ ટીમ માટે લકી સાબિત થયો, કારણ કે એક ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં RCBએ વિજય મેળવ્યો.

લાઈવ મેચમાં બોયફ્રેન્ડને પ્રપોઝ કરતી યુવતીની તસવીરે બધાના દિલ જીતી દીધા હતા. મેચની કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ક્રિકેટરો પણ પોતાના પ્રેમ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે તો ટ્વીટ કરીને કહ્યું છે કે જો આ RCB ફેન તેની ટીમને વફાદાર હશે તો તે પોતાના પાર્ટનરને પણ છેતરશે નહીં.

જ્યારે પ્રપોઝ કરવામાં આવ્યા ત્યારે દર્શકોએ બંનેને તાળીઓથી વધાવી લીધા હતા. સોશિયલ મીડિયામાં તેની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ મેચ દરમિયાન આ પહેલો પ્રસ્તાવ નથી, ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સના દીપક ચહરે પણ મેચ પછી સ્ટેન્ડ પર જઈને પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું.

Niraj Patel