ખબર

નાના લોકડાઉનથી ફાયદો નથી, કોરોનાની ચેઇન તોડવા 14 દિવસનું લોકડાઉન જરૂરી: એઇમ્સ ડાયટરેક્ટર

દેશભરમાં કોરોનાના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે, લાંબા સમયના લોકડાઉન બાદ હવે અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોરોના સંક્રિમીતોના આંકડાઓ ખુબ જ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે ત્યારે આ બાબતે ચિંતા વ્યક્ત કરતા દેશના એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગ્યુલારિયાએ ફરી 14 દિવસનું લોકડાઉન કરવા અંગે જણાવ્યું છે.

Image Source

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા આયોજિત ઇકોનોમિક કોન્ફરન્સમાં ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે: “દેશના પ્રમુખ શહેરોમાં કોરોના વાયરસના વધતાં નવા કેસની રફતાર આગામી કેટલાંક અઠવાડિયામાં વધી કે ઘટી શકે છે. જ્યારે નવા કેસમાં ઘટાડો થવામાં હજુ વધુ સમય લાગશે. છેલ્લા કેટલાક દિવસથી દેશની અંદરથી રોજના 20 હજાર  વધારે મામલા સામે આવી રહ્યા છે. જયારે દિલ્હી સમેત મોટા શહેરોમાં નવા મામલામાં કમી આવી છે. મહારાષ્ટ્ર અને પુણેમાં મહામારીને રોકવા માટે 10 દિસવના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.”

Image Source

ડો.ગુલેરિયાએ અનલોક બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: “અનલોક વન અને ટુ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાનું ઓછુ કરી દીધું છે. આ દરમિયાન પ્રશાસને કોરોના ક્લસ્ટર્સ અને કંટેનમેન્ટ વિસ્તારો પર સતત નજર રાખવી જોઇએ. લોકડાઉન જો લાગુ કરવુ જ હોય તો ઓછામાં ઓછા 14 દિવસ માટે લાગુ કરો. જેથી કોરોના વાયરસના વધતા સંક્રમણ પર લગામ લગાવી શકાય. નાના નાના સમય માટે લોકડાઉન લગાવવાથી કોરોના વાયરસના પ્રસારને રોકવામાં કોઈ મદદ નહિ મળી શકે.”

Image Source

તેમને એમ પણ જણાવ્યું કે: “સમગ્ર શહેરને લોકડાઉન કરવા કરતા સારું છે કે ખાસ વિસ્તારને કંટેનમેન્ટ જોનમાં બદલી નાખવામાં આવે. ત્યાં પાબંધીઓ લગાવવામાં આવે. સંક્ર્મણ રોકવાની જવાબદારી બધાની છે. લોકડાઉન બાદ પણ શારીરિક દુરી બનાવી રાખવી, માસ્ક પહેરવું અને સાર્વજનિક સ્થાનો ઉપર સ્વચ્છતા બનાવી રાખવાના નિયમોમાં કડકાઈથી પાલન કરવું પડશે.” તેમને એમ પણ કહ્યું કે દેશ માટે આ પરીક્ષાનો સમય છે.”

Image Source

વધુમાં તેમને એમ પણ કહ્યું કે: “આર્થિક ગતિવિધિઓ ચલાવવા માટે લોકડાઉન હટાવવું જ પડશે, એટલા માટે આપણા બધાની જવાબદારી છે કે હાલત ખરાબ ના થઇ જાય.”

હાલની પરિસ્થિતમાં વધતા મામલાને જોતા પુણે અને નજીકના ઔદ્યોગિક શેર પીપરી-ચિંચવડ અને અન્ય વિસ્તારોમાં 14 જુલાઈથી 10 દિવસ માટે અને ઠાણેમાં 19 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.