કોરોનાનો નિયમ તોડવા વાળા માટે નાની બાળકીએ પોલીસ વાળાને આપ્યો ડંડો, વીડિયો થયો વાયરલ, તમે પણ જુઓ

કોરોનાનું સંક્ર્મણ દેશભરમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે પોલીસ પણ આ સમયે લોકો કોરોનાના નિયમો અને ગાઈડલાઇનનું પાલન કરે તે માટે સજાગ થઈને બેઠી છે. આવા સમયે ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જેમાં પોલીસની કામગીરી પણ જોઈ શકાય છે, પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તમને પણ ખુબ જ પસંદ આવશે.

ઘણા લોકો એવા હોય છે જે આ લોકડાઉનના નિયમોનું પાલન નથી કરતા, ના માસ્ક પહેરે છે ના લોકડાઉનમાં ઘરમાં બેસે છે, ત્યારે આવા લોકોને પોલીસ સમજાવે છે છતાં પણ તે માનતા નથી ત્યારે એક નાની બાળકીએ લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને સજા આપવા માટે એક પોલીસવાળાને ડંડો આપતી જોવા મળે છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક બે ત્રણ વર્ષની બાળકી હાથમાં એક ડંડો લઈને આવે છે અને એક પોલીસવાળા ના હાથમાં આપી દે છે. જેના કારણે તે લોકડાઉનના નિયમોનો ભંગ કરી રહેલા લોકો સામે કડક પગલાં ભરે, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને આઇપીએસ અધિકરી દીપાંશુ કાબરાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. સાથે જ કેપશનમાં લખ્યું છે, “માસુમ બાળપણ પણ હાલતથી જાણકાર છે.” તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને…

Niraj Patel