ટેણીયાએ સોશિયલ મીડિયા હલાવી નાખ્યું: ચાર ચાર બંગડી ગીત પર એવા ગરબા કે ખુદ કિંજલ દવે પણ પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી ના શકી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં આજે કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, બસ કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. ઘણા લોકો અમસ્તા જ વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે અને તેમાં પણ કોઈ યુનિક વસ્તુ દેખાય તો તે વીડિયો રાતો રાત વાયરલ થઇ જતો હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક ટેણીયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેના ગરબા રમવાનો અંદાજ લોકોના દિલ જીતી રહ્યો છે.

ગરબા એ ગુજરાતીઓની શાન છે અને ગુજરાતીઓના નસ નસમાં ગરબા બહેતા હોય છે. નવરાત્રી આવતા જ માહોલ પણ જામતો હોય છે અને લોકો ગરબાના તાલે ઝૂમવા માટે આતુર પણ હોય છે, ગુજરાતના ઘણા ગાયકોએ વિવિધ અંદાજમાં ગરબા પણ ગાયા છે, તેના ઉપર લોકો ગરબા રમતા હોય છે અને તેના વીડિયો વાયરલ પણ થાય છે.

ત્યારે આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલો ટેણીયો ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેદ્વારા ગાવામાં આવેલા “વીરા વિરલ તને લાડી લઇ દઉં” ગીત ઉપર એવા ગરબા રમી રહ્યું છે કે તેને જોતા જ રહેવાનું મન થાય. આ ટેણીયાની ઉંમર પણ ખુબ જ ઓછી છે અને આ ઉંમરમાં તેને આ રીતે ગરબા રમતા જોઈને લોકો પણ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલાઓ આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ ટેણિયાના વખાણ પણ કરી ચુક્યા છે. કોમેન્ટની અંદર લોકો આ ટેણીયાની અદાને જોઈને દીવાના બની ગયા છે.

Niraj Patel