ગુસ્સે થઈને કપિરાજ સાથે જ બાથમ બાથી કરવા લાગી ગયો આ ટેણીયો, લડાઈનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, જુઓ

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેને જોવાનું પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે, ઘણીવાર કપિરાજની કેટલીક હરકતો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, ઘણીવાર તો રસ્તા ઉપર કોઈ વ્યક્તિ જતો હોય ત્યારે પણ કપિરાજ તેમના ઉપર હુમલો કરી દેતા હોય છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપિરાજ એક નાના બાળક પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. આ પછી, બાળક કપિરાજ સાથે પણ બાથભીડે છે અને બંનેની કુસ્તી જોરદાર જોવા મળે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

વીડિયો જોઈને પહેલા તો તમને નવાઈ લાગશે પણ પછી તમને હસવું પણ આવશે. વીડિયોમાં તમે કપિરાજ અને એક નાના બાળકને કુસ્તી કરતા જોઈ શકો છો. આવું દ્રશ્ય તમે પહેલા ભાગ્યે જ જોયું હશે. તમે જોઈ શકો છો કે આ લડાઈમાં ક્યારેક બાળક ભારે પડે છે તો ક્યારેક કપિરાજ બાળક પર ભારે પડે છે. બંને એવી રીતે લડે છે કે તેઓ કુસ્તી લડતા હોય. વીડિયોમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અંતે બાળક તે કપિરાજથી જીતે છે.

 

View this post on Instagram

 

A post shared by DalpatRana (@dalpat__rana_21)

તમે જોઈ શકો છો કે કપિરાજ અંતે બાળકથી ડરીને ત્યાંથી ભાગી જાય છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે બાળક એ ભયંકર કપિરાજ સાથે શા માટે લડી રહ્યું હતું. જો કે બંને વચ્ચેની લડાઈ ખૂબ જ મજેદાર હોય છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે.

Niraj Patel