સ્મોલ-કેપ એફએમસીજી સ્ટોક સર્વેશ્વર ફૂડ્સ લિમિટેડના શેરો બુધવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યા. નબળા બજાર છતાં કંપનીનો શેર 8% વધીને રૂ.9.74ની ઇન્ટ્રા ડે હાઇ પર પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ એક મોટું કારણ છે. કંપનીની સિંગાપોર સ્થિત સબસિડિયરી ગ્રીન પોઈન્ટ પીટીઈને મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ બીએસઇ ફાઇલિંગમાં કહ્યુ કે તેની તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ગ્રીન પોઈન્ટ લિમિટેડને મોનાર્દા કમોડિટીઝ પીટીઇથી ઇન્ડિયન લોન્ગ ગ્રેન પારબોઇલ્ડ રાઇસ માટે 12,000 મેટ્રિક ટનનો ઓર્ડર મળ્યો.
આ ઓર્ડર લગભગ 445 મિલિયનનો છે. આ સોદો પેટાકંપનીની આવકની પાઇપલાઇનને મજબૂત કરશે અને તેને વાર્ષિક આવકમાં ₹2000 મિલિયન (અંદાજે રૂ. 44.5 કરોડ) સુધી પહોંચવામાં મદદ કરશે. આ જાહેરાત પછી સર્વેશ્વર ફૂડ્સના શેરમાં બમ્પર ખરીદી થઈ હતી અને તેનું માર્કેટ કેપ ₹942.60 કરોડે પહોંચ્યું. સર્વેશ્વર ફૂડ્સનો શેર 28 ફેબ્રુઆરી 2024ના રોજ ₹15.55ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જણાવી દઈએ કે આ શેર એક વર્ષમાં 105% સુધી વધી ગયો છે.
સર્વેશ્વર ફૂડ્સની આવક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 32.20 ટકા વધીને ₹271.31 કરોડ થઈ હતી, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે ₹271.31 કરોડ પર આવી ગઇ. જ્યારે છેલ્લા વર્ષની સમાન અવધિમાં આ 205.22 કરોડ હતુ. આ વચ્ચે તેનો કર પછીનો નફો (PAT) વાર્ષિક ધોરણે 68 ટકા વધીને ₹8.15 કરોડ થયો હતો.
જમ્મુ સ્થિત સર્વેશ્વર ફૂડ્સ બ્રાન્ડેડ અને ગૈર-બ્રાન્ડેડ બાસમતી અને ગૈર-બાસમતી ચોખાના ઉત્પાદન, વેપાર અને માર્કેટિંગમાં મુખ્ય પ્લેયર છે.કંપનીએ જણાવ્યું હતું કે આ ઓર્ડર સર્વેશ્વર ફૂડ્સની સ્થિતિને વધુ મજબૂત કરશે કારણ કે વૈશ્વિક ચોખા આધારિત ઉત્પાદ બજારના 2023માં US $ 226.36 બિલિયનથી વધીને 2031 સુધીમાં US$361.41 બિલિયન થવાની ધારણા છે, જે ગ્લુટેન-મુક્ત વિકલ્પોની વધતી માંગથી પ્રેરિત છે.
સર્વેશ્વર ફૂડ્સ એક સ્મોલ કેપ કંપની છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 936.73 કરોડ છે. તેના શેરે 2024માં અત્યાર સુધીમાં 64 ટકાનું નક્કર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં FMCG સ્ટોકે 104 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે, સપ્ટેમ્બર 2023માં, કંપનીએ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 થી વધારીને રૂ.1 કરી હતી અને પછી દરેક શેર પર બે બોનસ શેર જારી કર્યા હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) (edited)