ગંભીર બીમારીથી પીડાતા બાળક માટે તેના માતા-પિતાએ કરી અપીલ, જાણો વિગત

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SMA-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે 22 કરોડ રૂપિયાની જરૂર હોય હાલમાં સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

1.sma-type-1-dhairyaraj-rathod

બાળકના પરિવારજનો આ ઈન્જેક્શન તેમજ બાળકની સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી ધોરાજી-ઉપલેટાના MLA લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મદદ કરવા માગ કરી છે. આ ઈન્જેક્શનની અંદાજીત રકમ રૂ.16 કરોડ હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. પરિવારજનો ઈન્જેક્શનની ખરીદી કરી શકે તેવી આર્થિક પરીસ્થિતી ન હોવાથી મુખ્યપ્રધાનને પત્ર લખીને રાહત ફંડમાંથી સહાય કરવાની માગ કરી છે.

2.sma-type-1-dhairyaraj-rathod

આ બીમારી રંગસૂત્ર- 5 ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે, જે માણસના શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવી ખામી ધરાવતા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ કે, ધૈર્યરાજસિંહ 3 મહિનાનો છે, તેને SMA-1 નામની બીમારી છે. આ બીમારીની દવા ભારતમાં નથી, આ બીમારી માટે ઇંજેકશન વિદેેશથી મંગાવવુ પડે છે અને તેનો ખર્ત ખૂબ જ વધુ છે અને તેને માટે જ અમે એક કેમ્પેન ચાલુ કર્યુ છે.

3.sma-type-1-dhairyaraj-rathod

તેને ઇંજેકશન આપવું જરૂરી છે, જેથી અમે ઇન્પેકટ ગુરૂ નામના એનજીઓમાં ખાતુ ખોલાવ્યુ છે. તેમાં બધી રકમ જમા થશે. અમારે સરકાર, મીડિયા બધાની જરૂર છે. બધા ભાઇ, વડીલો અને માતાઓને નમ્ર અપીલ કરુ છુ કે, આને વધુને વધુ શેર કરો. જેથી અમને મદદ મળી શકે.

Shah Jina