24 કલાક સુવાના આ ભાઈએ આપ્યા 1 લાખ રૂપિયા, પણ આસાન નહોતો આ ટાસ્ક, વીડિયો જોઈને તમારા પણ હોંશ ઉડી જશે… જુઓ

મિત્રોને આપી અનોખી ચલેન્જ, સુવા પર મળવાના હતા 1 લાખ રૂપિયા, પણ સૂતી વખતે કર્યું એવું કે મિત્રો પણ ફફડી ઉઠ્યા, જુઓ વીડિયોમાં આખરે કોણ બન્યું વિજેતા

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં નામના મેળવવા માટે લોકો અલગ અલગ કામો પણ કરતા હોય છે. ઘણા લોકો પોતાના પ્રેન્ક વીડિયો પણ બનાવતા હોય છે અને તેમના પ્રેન્ક જોઈને લોકો પણ  હેરાન પરેશાન રહી જતા હોય છે. ત્યારે એવો જ એક યુટ્યુબર આવા વીડિયો માટે ખુબ જ ફેમસ છે, જેનું નામ છે અમિત શર્મા. જેની ચેનલ ક્રેઝી XYZને આખી દુનિયામાં ખુબ જ પસંદ કરવામાં આવે છે.

ત્યારે હાલમાં અમિતે તેના મિત્રો સામે એક જબરદસ્ત શરત મૂકી. જેમાં તેના મિત્રોને 24 કલાક સુધી ફક્ત સુવાનું હતું અને જે આ ગેમ જીતી જાય તેને 1 લાખ રૂપિયા મળવાના હતા. પરંતુ આ ગેમમાં અમિત શર્મા એવા એવા ટ્વિસ્ટ લઇ આવ્યો કે લોકોને પણ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

તેના ચાર મિત્રો વિકાસ, કરતાર, બબલુ, મોહિતે આ અનોખી ‘સ્લીપિંગ ચેલેન્જ’માં ભાગ લીધો હતો. બધા માટે ચિઠ્ઠી બનાવવામાં આવી હતી. એટલે કે કોણે ક્યાં સુવાનું છે તે આમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બધાને ટ્રક, જંગલ, કન્ટેનર અને રૂમની અંદર સૂવાનો વિકલ્પ મળ્યો. અમિતે બધાની ઊંઘવાની એક્ટિવિટી જોવા માટે કેમેરા પણ લગાવ્યા હતા.

અમિત શર્માએ સૂતી વખતે વારાફરતી બધાને પરેશાન કર્યા. આ એક પડકાર એ હતો કે સૂતી વખતે કોઈ ખલેલ ન પહોંચાડે. આ દરમિયાન અમિતે તેના મિત્ર કરતારની પીઠ પર દસ કિલોનો પથ્થર મુક્યો હતો. એકબીજા મિત્ર પર કાંટા મુક્યા. બીજી તરફ, તેણે અન્ય વ્યક્તિ પર ખંજવાળવાળો છોડ મૂક્યો.

1 લાખ રૂપિયાની આ ચેલેન્જ માટે અમિતે તેના મિત્રોની પરીક્ષા કરી. તેણે મિત્રના હાથ પર ગરમ ચા પણ રેડી. આ દરમિયાન તે નકલી સાપથી ડરી ગયો. સવારે જ્યારે તેના મિત્રો સૂતા હતા ત્યારે તેણે તેના કાન પર સ્પીકર વગાડ્યું. સ્લીપિંગ ચેલેન્જ દરમિયાન અમિતે ટોર્ચરનો ડોઝ આપવાનું ચાલુ રાખ્યું હતું.

એક જગ્યાએ તેઓએ જેસીબી વડે કન્ટેનરને હલાવી નાખ્યું હતું. કરતાર તેની અંદર સૂતો હતો. બીજી તરફ તેણે ખુલ્લામાં સૂતેલા મિત્રનું ગાદલું ગાડીની મદદથી મેદાનમાં ફેસવો નાખ્યું હતું. વીડિયોના અંતમાં અમિતે જણાવ્યું કે આ સ્લીપિંગ ચેલેન્જનો વિજેતા કોણ છે. અમિતે બબલુને આ ચેલેન્જનો વિજેતા જાહેર કર્યો. અમિતના મતે બબલુએ આ સ્લીપિંગ ચેલેન્જમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. એક સમય એવો આવ્યો જ્યારે અમિત બબલુને રસ્તા પર છોડીને આવી ગયો હતો.

Niraj Patel