હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે માત્ર હેલ્દી ખોરાક જ નહિ આ બાબત પણ ખુબ જ જરૂરી છે

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં મંડરાઈ રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે આપણે વિવિધ ઉપાયો કરતા હોઈએ છીએ, કોરોના વાયરસથી બચવા માટે ખાસ જરૂરી છે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવો. અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે ખાસ પ્રકારનો ખોરાક પણ લેતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો, માત્ર સારો અને હેલ્દી ખોરાક લેવાથી જ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો નથી થતો, સાથે બીજીપણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ચાલો આજે આપણે એવી જ કેટલીક બાબતો જાણીએ.

Image Source

રોગપ્રિકારક શક્તિ વધારવા માટે સારા ખોરાકની સાથે પૂરતી ઊંઘ પણ ખુબ જ જરૂરી છે. હાલમાં જ થેયલા એક રિસર્ચ પ્રમાણે આ વાત સામે આવી છે. જર્મનની યુનિવર્સીટી ઓફ Tubingenના એક રિસર્ચ પ્રમાણે રોજ પૂરતી ઊંઘ લેવાના કારણે પણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, અપૂરતી ઊંઘ રોગ પ્રતિકારક શક્તિને ઘટાડી પણ દે છે.

વધારે ઊંઘ લેવાના કારણે તમે બીમાર નહિ પાડો એવું નથી, પરંતુ અપૂરતી ઊંઘ લેવાના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો ચોક્કસ થઇ શકે છે.આપણે જયારે સુઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા સ્ટ્રેસ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. જો હોર્મોન્સનો શરીરમાં વધારો થાય તો T સેલ તરીકે ઓળખાતા ઇમ્યુનીટી સેલની કાર્યક્ષમતા ઘટી જાય છે. જેથી શરીરની વાયરસ અને બેક્ટિરિયા સામે લડવાની ક્ષમતા પણ ઘટી જાય છે. પૂરતી ઊંઘ ના મળવાના કારણે શરીરમાં સાઇટોકાઈનનું ઓછું ઉત્પાદન થાય છે. સાઇટોકાઈન એક પ્રકારનું પ્રોટીન છે જે ઇન્ફેક્શન સામે લડવામાં ખુબ જ કારગર સાબિત થાય છે.

Image Source

બદલતા વાતાવરણ સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આને બીમારીઓથી દૂર રહેવા માટે 7 થી 8 કલાકની ઊંઘ લેવી પણ ખુબ જ જરૂરી બને છે. પૂરતી ઊંઘ લેવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ બરાબર બનશે જેના કારણે તમે વાયરલ ઇન્ફેક્શનથી પણ બચી શકશો, લોકડાઉનના કારણે આપણે બધા હાલમાં ઘરમાં જ રહીએ છીએ, ઘણા લોકો આ સમય દરમિયાન પણ વર્ક ફોર્મ હોમ કરતા હશે, ત્યારે આવા સમયમાં દિવસ દરમિયાન 15 થી 30 મિનિટના બે ત્રણ ઝોકા ખાઈ લેવાથી પણ સારો ફાયદો થાય છે.

Image Source

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ સાથે યોગ્ય ખોરાક પણ લેવો તેમજ સારી ઊંઘ મળે એ માટે ઘરમાં બેઠા પણ સામાન્ય કસરત અને યોગ જેવી શારીરિક કસરત કરીને પણ શરીરને સ્વસ્થ રાખી શકો છો. ઊંઘવાના 2-3 કલાક પહેલા ચા અને કોફી પીવાનું ટાળવું જોઈએ જેના કારણે સારી ઊંઘ આવી શકે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.