સવારે ઉઠીને નોકરીએ જવાનો લગભગ બધાને જ કંટાળો આવતો હોય છે, કારણ કે કોને પોતાની ઊંઘ વ્હાલી નથી હોતી. જો કોઈ એમ કહે કે એક કંપની છે કે જે ઊંઘવા માટેનો પગાર તમને આપશે, તો તો પૂછવું જ શું. આવા જ લોકો કે જેમને ઊંઘવું ખૂબ જ પસંદ છે એવા લોકો માટે આ ખબર છે.

બેંગલુરુની એક કંપની છે કે જે એવી નોકરી આપી રહી છે કે જેમાં તમને માત્ર ઊંઘવાનું જ છે. અત્યાર સુધીમાં માત્ર નાસા જ પોતાના સ્પેસ સ્ટડી પ્રોગ્રામ અંતર્ગત બે મહિના ઊંઘવા માટેના 14 લાખ રૂપિયા આપે છે, પણ હવે બેંગલુરુની એક ઓનલાઇન ફર્મ વેકફિટ (Wakefit)એ પણ આવી જ એક નોકરી બહાર પાડી છે. જેમાં 100 દિવસ સુધી રોજ રાતે 9 કલાક ઊંઘવાવાળા વ્યક્તિને 1 લાખ રૂપિયા આપશે. આ માટે આ કંપનીએ ઓનલાઇન આવેદનો પણ મંગાવ્યા છે.

ઓનલાઇન સ્લીપ સોલ્યુશન ફર્મે પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઈન્ટર્નશિપનું નામ આપ્યું છે. આ માટે ઓનલાઇન આવેદન કરવાનું છે. આમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોએ સતત 100 દિવસો સુધી રોજ રાતે ૯ કલાક ઊંઘ લેવી પડશે. આ પ્રોગ્રામ માટે આ કંપનીએ પોતાની વેબસાઈટ પર લખ્યું, ‘પોતાના ફેવરેટ શોઝને રાતે એવોઈડ કરવા માટે આભાર.’
આ કંપનીએ ઇન્ટર્ન માટે આ જોબને ‘Just Sleep’ નામ આપ્યું છે અને સાથે લખ્યું ‘આ જોબ માટે એવા ઉમેદવાર જોઈએ, જેને તક મળતા જ ઊંઘ આવી જાય, એટલે કે 10થી 20 મિનિટમાં જ જેને ઊંઘ આવી જાય.’ આ જોબની ક્વોલીફીકેશમાં લખવામાં આવ્યું, એવી વ્યક્તિ કે જે રાતે ઊંઘતા પહેલા શો જોવાની આદત છોડી શકે અને રાતે મોબાઈલમાં આવનાર નોટિફિકેશનને પણ ઇગ્નોર કરી શકે.

કંપની તરફથી જે ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવશે એને પોતાનો એક વિડીયો બનાવીને મોકલવાનો રહેશે કે જેમાં એ દર્શાવવાનું રહેશે કે તેમને કેટલી સારી ઊંઘ આવે છે. સિલેક્ટેડ ઉમેદવાર કંપનીના આપણે ગાદલા પર જ ઉંઘશે. આની સાથે જ તેઓ સ્લીપ ટ્રેકર અને વિશેષજ્ઞો સાથે કાઉન્સિલિંગ સેશનમાં ભાગ પણ લેશે. સ્લીપ ટ્રેકર એ ગાદલા પર લેવામાં આવેલી ઊંઘને મોનિટર કરશે.
કંપની ઉમેદવારની ઊંઘવા દરમ્યાનની તેની દરેક ગતિવિધિઓનો રેકોર્ડ રાખશે. સ્લીપ ટ્રેકર કંપનીના ગાદલા પર ઊંઘા પહેલા અને ઊંઘવા પછીની પેટર્ન પણ રિકોર્ડ કરશે. મજાની વાત એ છે કે આ નોકરીમાં તમારે ન તો પોતાની નોકરી છોડવાની જરૂર છે કે ન ઘરની બહાર નીકળવાની. બસ ઘરમાં જ તમારે કંપનીના ગાદલા પર ઊંઘવાનું છે અને પોતાની સ્લીપિંગ પેટર્ન રેકોર્ડ કરીને કંપનીને આપવાની છે.

જયારે તમે 100 દિવસ સુધી રોજ 9 કલાકની ઊંઘ લો છો તો વેકફિટ તમારા આ સ્લીપિંગ ડેટાને ચેક કરીને તમને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે. કંપનીનું કહેવું છે કે અમારી કોશિશ છે કે આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને શાંતિની ઊંઘ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
ઊંઘવા માટેની નોકરી માટે આવેદન કંપનીની વેબસાઈટ પર https://wakefit.co/sleepintern/ પર જઈને કરી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.