પાકિસ્તાન: આવી રમત તમે ક્યારેય નહિ જોઈ હોય, જ્યાં બે કુસ્તીબાજ એક બીજાને કૂદી કૂદીને મારે છે થપ્પડ, વીડિયો થયો વાયરલ

ક્યારેય જોઈ છે “થપ્પડ કબ્બડી” ? જેમાં ખેલાડીઓ એક બીજાને થપ્પડ મારે છે, વીડિયો જોઈને લોકો પણ રહી ગયા હેરાન, જુઓ તમે પણ

Slap Kabaddi Game : દુનિયાભરમાં અલગ અલગ રમતો રમાતી હોય છે, ઘણી રમતો તો એવી પણ હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આવી ઘણી રમતોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવી જ રમતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો પણ હેરાન છે અને વિચારી રહ્યા છે કે આ ચાલી શું રહ્યું છે, કારણે આ રમતમાં એકબીજાને લાફા મારવામાં આવી રહ્યા છે.

આ વાયરલ રમત પાકિસ્તાનમાં રમાઈ રહી છે. જેમાં બે પુરૂષ ખેલાડીઓ પોતાની વચ્ચે થપ્પડ કબડ્ડી રમી રહ્યા છે. જેમાં બંને અટક્યા વગર એકબીજાને થપ્પડ મારી રહ્યા છે. આ ગેમને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કબડ્ડી વિશે તો બધા જાણે છે પણ થપ્પડ કબડ્ડી વિશે ભાગ્યે જ ઘણા લોકો જાણતા હશે.

આ રમતનું નામ સાંભળીને એવું લાગે છે કે આ એક એવી રમત છે, જેમાં કબડ્ડી રમવાની સાથે-સાથે ખેલાડીઓ એકબીજાને થપ્પડ પણ મારે છે. પાકિસ્તાનનો આ વીડિયો લોકોને ખૂબ જ ચોંકાવી રહ્યો છે અને લોકો આ અનોખી ગેમ વિશે ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આમાં, લાઇનની અંદર આગળની ટીમના ખેલાડીને પકડવા અથવા ફસાવવાને બદલે, થપ્પડ મારવા પર વધુ ભાર આપવામાં આવે છે.

પાકિસ્તાનના કબડ્ડી પ્લેયર હાજી તસૌરે આ રમતના નિયમો વિશે માહિતી આપી છે. તેણે કહ્યું, ‘આ ગેમ બે લોકો વચ્ચે રમાય છે. એક ખેલાડીને થપ્પડ માર્યા બાદ પોઈન્ટ મળે છે, જ્યારે બીજો ખેલાડી તે પોઈન્ટને ભૂંસી નાખવા માટે પોતાનો બચાવ કરે છે. આ દરમિયાન મુક્કા મારવાને અપ્રમાણિક ગણવામાં આવશે. તમે ખેલાડીને તમે ગમે તેટલી સામે થપ્પડ મારી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી..

Niraj Patel