ખબર

ગઈકાલે ટિક્ટોક સ્ટાર સિયા કક્કડને સ્યુસાઇડ કર્યું, હવે સ્યુસાઇડને લઈને થયો ધડાકો, આવું આવું થયેલું

2020નું વર્ષ માત્ર આપણા દેશ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે કોઈ ખાસ સારા સમાચાર લઈને નથી આવ્યું, પરંતુ દુઃખના ઘણા સંચાર લઈને આવ્યું છે, આપણા દેશમાં પણ ઘણી એવી ખબરો આવી છે જેના કારણે મોટું દુઃખ થાય, પહેલા કોરોના વાયરસ, પછી લોકડાઉન અને એ બધા વચ્ચે બોલીવુડના સેલેબ્રિટીઓના દેહાંત, અને હવે ફરીવાર એક ટિક્ટોક સ્ટાર સિયા કક્ક્ડની આત્મહત્યાએ દેશને પાછો ઝગઝોળી મુક્યો છે. આત્મહત્યા જેવા વિષયો ઉપર ફરી એકવાર વિચારવા માટે મજબુર કરી દીધા છે. પોલીસ હવે તેની આત્મહત્યા કરવાનું કારણ શોધવામાં લાગી ગઈ છે જેના લઈને કેટલાક નજીકના લોકો સાથે પણ પૂછપરછ કરવા આવી અને તેમાં ઘણા ખુલાસા પણ થયા છે.

Image Source

સિયા કક્ક્ડ દિલ્હીની ગીતા કોલોનીમાં પહોંતાના પરિવાર સાથે રહેતી હતી. તેના પરિવારમાં માતા-પિતા અને ભાઈ બહેન છે. સિયા કક્કડે હાલમાં જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર પોતાનો ડાન્સ વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે પંજાબી ગીત ઉપર ડાન્સ કરી રહી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે તે આ પ્રકારના ડાન્સ વિડીયો રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હતી. જેના માટે તેને ધમકી મળી રહી હતી.

Image Source

નેહાના પરિવારના જણાવ્યા અનુસાર આત્મહત્યાના દિવસે સિયા રોજની જેમ સામાન્ય જ દેખાઈ રહી હતી. એટલું જ નહિ આત્મહત્યાની એક રાત પહેલા જ તેની તેના મેનેજર સાથે પણ વાત થઇ, તે સમય પણ તે વાતચીતમાં સામાન્ય દેખાઈ રહી હતી. એવામાં કોઈને સમજાયું નહિ કે સિયાએ આવું કેમ કર્યું.

Image Source

સિયાની નજીકના લોકોએ જણાવ્યું કે સિયાને છેલ્લા કેટલાય સમયથી ટિક્ટોક ઉપર વિડીયો બનાવવા માટે ધમકીઓ મળી રહી હતી. જેના કારણે તે ક્યારેક ક્યારેક હેરાન પણ થઇ જતી હતી. જો કે એ સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી કે સિયાના મૃત્યુનું કારણ આજ છે. પોલીસ તેના મૃત્યુને લઈને દરેક રીતે તપાસ કરી રહી છે.

Image Source

સિયાની ઉંમર માત્ર 16 વર્ષની જ હતી, તેને ગઈકાલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો કહીને આત્મહત્યા કરીલીધી હતી. અચાનક થયેલા મૃત્યુના કારણે સિયાના પરિવારજનો અને નજીકના લોકો ખુબ જ હેરાન છે. લોકોને એ વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઇ રહ્યો છે કે શા કારણે સિયાએ આત્મહત્યા જેવું ખતરનાક પગલું ભર્યું છે.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.