ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યા પછીથી જ ઉદાસ હતી ટિક્ટોક વાળી સિયા કક્ક્ડ? પરિવારના લોકોએ કર્યો મોટો ખુલાસો

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહના આત્મહત્યા પછીથી જ ટીક-ટોક સ્ટાર સિયા કક્ક્ડ ઉદાસ રહેવા લાગી હતી. તે લગભગ એક અઠવાડિયા સુધી ડિપ્રેશનમાં પણ હતી. જો કે સિયાના જીવનમાં કોઈ બદલાવ આવ્યો ન હતો, પણ પરિવારના લોકોને તેના ડિપ્રેશનની જાણ થઇ ગઈ હતી. આ વાત પરિવારના લોકોએ પોલીસને જણાવી છે.

Image Source

પરિવારનું કહેવું છે કે લોકડાઉનને લીધે પૂરો પરિવાર ત્રણ મહિના સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા. પરિવારના લોકોએ કોઈના પર શંકા પણ વ્યક્ત કરી ન હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ આત્મહત્યાનું કારણ શોધવાની કોશિશ કરી રહ્યા છે.

Image Source

સિયાના પિતા દાંતના ડોક્ટર છે, અને ડોકટર હોવાને લીધે તેને સિયાના ડિપ્રેશનની જાણ થઇ ગઈ હતી. સિયાએ પણ સુશાંતની જેમ જ ળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. સિયાના શરીર પર અન્ય કોઈપણ ઇજા એ ઘાવના નિશાન જોવા નથી મળ્યા. પરિવારના લોકોએ કહ્યું જે સિયાને કોઈપણ જાતની ધમકીઓ પણ મળી ન હતી.

Image Source

સિયા એક જાણતી ટીક-ટોક સ્ટાર છે માટે પોલીસ તેના સોશિયલ એકાઉન્ટની પણ બારીકીથી ચકાસણી કરી રહ્યા છે જથી કોઈ પુરાવા મળી શકે. સિયા આગળના ત્રણ વર્ષથી ટીક-ટોક પરસક્રિય હતી અને અવનવા વિડીયો પોસ્ટ કરીને એક ફેમસ ટીકટીક સ્ટાર બની ગઈ હતી.

Image Source

સિયાના ફોનમાં પાસવર્ડ લગાવેલો છે જેથી પોલીસે તેને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો છે. જેથી તેના ફોનને ખોલી શકાય અને એ જાણી શકાય કે સિયાએ છેલ્લી વાર કોની કોની સાથે વાત કરી હતી, પોલીસને હવે સિયાના મોબાઈલ ડેટાની રાહ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.