ખબર

સાવધાન: ભારતમાં થઇ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી, લોકોમાં ફફડાટ

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે હાલમાં જ બ્રિટેનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને હાહાકાર મચાવી દીધો છે. આ દરમિયાન ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી ફલાઇટ ઉપર 31 ડિસેમ્બર સુધી રોક લગાવી દેવામાં આવી હતી, પરંતુ હાલ મળતી ખબર પ્રમાણે બ્રિટનથી આવેલા 6 લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

યુકેથી પરત ફરેલા 6 લોકોમાં નવા કોરોના સ્ટ્રેનની પુષ્ટિ થઇ છે જેમાંથી 3 સેમ્પલની NIMHANS બેંગ્લોરમાં પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત 2 CCMB, હૈદરાબાદમાં મળ્યા છે અને 1 NIV પુણે માંથી મળી આવ્યા છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

જે લોકોના સેમ્પલમાં નવો સ્ટ્રેન પોઝિટિવ મળી આવ્યો છે, તેમને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં અવાયેલા નિર્દેશ અંતર્ગત અલગ રૂમમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. જે 6 લોકોમાં આ નવા કોરોના સ્ટ્રેનની પુષ્ટિ કરવામાં આવી છે તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.