ઘરની અંદર આરામથી બેસીને જોઈ રહ્યા હતા ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ, અચાનક થયો બ્લાસ્ટ અને 3 બાળકો સાથે 6 લોકોના દર્દનાક મોત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Six people lost their lives when blast : દેશભરમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સમાચાર સામે આવતા હોય છે જેને લઇને રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. ઘણીવાર ઘરની અંદર બનતી કેટલીક ઘટનાઓ મોતના કારણ પણ બનતું હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ઘરની અંદર બ્લાસ્ટ થવાના કારણે પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા છે જેમાં 3 બાળકો પણ સામેલ છે. આ પરિવાર રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાને મેચ જોઈ રહ્યો હતો ત્યારે જ આ કારમી દુર્ઘટના બની.

રેફ્રિજરેટમાં થયો બ્લાસ્ટ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના જલંધરથી રવિવારે રાત્રે એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના અવતાર નગરમાં એક ઘરમાં રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટ્યું હતું. આ કોમ્પ્રેસરના વિસ્ફોટથી આગ લાગી હતી જેમાં એક જ પરિવારના છ સભ્યો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ જ પરિવારને બહાર કાઢી શકાયો હતો.

કેવી રીતે થયો અકસ્માત? :

પ્રાપ્ત માહિતી અનુસાર યશપાલ ઘાઈનો પરિવાર રવિવારે રાત્રે મેચ જોઈ રહ્યો હતો. દરમિયાન તેમના 7 મહિના જૂના ફ્રિજનું કોમ્પ્રેસર ફાટ્યું હતું. જોરદાર વિસ્ફોટ સાથે ઘરમાં આગ લાગી. આગની જ્વાળા અને રેફ્રિજરેટરના ગેસના કારણે પરિવારને બહાર આવવાનો મોકો પણ મળ્યો ન હતો. ફાયર બ્રિગેડના આગમન બાદ લોકોને બહાર કાઢી શકાયા હતા. ફાયર બ્રિગેડે યશપાલ ઘાઈના પરિવારને આગમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

3 બાળકોના પણ મોત :

જોકે, અહીં છ પૈકી ત્રણને મૃત જાહેર કરાયા હતા. આ પછી 3ને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન 2ના મોત થયા હતા. આના થોડા સમય પછી, અકસ્માત પીડિત પરિવારના છઠ્ઠા સભ્યનું પણ મૃત્યુ થયું. મૃત્યુ પામેલાઓમાં બાળકો પણ સામેલ હતા.
જલંધરમાં દાઝી જવાથી એક જ પરિવારના છ લોકોના મોત થયા છે,3 બાળકો પણ સામેલ છે. મૃતકોના નામ યશપાલ ઘાઈ, પુત્ર ઈન્દ્રપાલ ઘાઈ, ઈન્દરપાલની પત્ની રૂચી અને તેમના ત્રણ બાળકો દિયા, અક્ષય અને મંશા મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, દુર્ઘટના સમયે પડોશીઓના ઘરે રહેલા યશપાલ ઘાઈની વૃદ્ધ પત્નીનો આબાદ બચાવ થયો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel