અજબ પ્રેમ કી ગજબ કહાની ! દાહોદમાં 14 વર્ષના પ્રેમી સાથે ફરાર થઇ 6 બાળકોની માતા, ખરેખર કળયુગ આવી ગયો છે

છે કોઈની શરમ? દાહોદમાં 6-6 બાળકોની મમ્મી 14 વર્ષીય છોકરો પટાવી લીધો અને કર્યો મોટો કાંડ- જાણો વિગત

કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં કોઇને પણ ઉંમર, નાત-જાતના ભેદભાવ કંઇ જ નડતુ નથી અને તે લોકો પ્રેમમાં એવા પાગલ થઇ જતા હોય છે કે તેમને આગળ પાછળ કંઇ જ દેખાતુ નથી. હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં પ્રેમ આંધળો હોય છે તે કહેવત ચરિતાર્થ થાય છે. દાહોદમાંથી અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે, જેમાં એક 6 બાળકોની માતા તેના 14 વર્ષિય પ્રેમી સાથે ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. દાહોદના ફતેપુરામાં એક 6 બાળકોની માતાને 14 વર્ષિય કિશોર સાથે પ્રેમસંંબંધ બંધાયો હતો કિશોર ધોરણ 8માં અભ્યાસ કરે છે. મહિલાને 13 કિમી દૂર એક ગામડામાં રહેતા 14 વર્ષિય કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બાળકના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે તેના માતા-પિતા સાથે ગાંધીનગર બાજુ મજૂરી કામ કરતો હતો જયાં તે સાઇટ પર મહિલાના સંપર્કમાં આવ્યો અને ત્યારે મહિલા કિશોર પર મોહી ગઇ હતી. તેણે પોતાના પતિ તરીકે  કિશોરને મનમાં  સ્વીકારી લીધો હતો. તે છેલ્લા પંદરેક દિવસથી સુખપર ગામમાંથી સમજાવી પટાવીને તે કિશોરને લઇને ભાગી ગઇ હતી. કિશોર ઘરે પાછો ન આવતા પરિવારને ચિંતા થઇ અને તે બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી, જો કે તેને શોધતા શોધતા 10-12 દિવસ થઇ ગયા હતા તે બાદ કિશોર સાથે પ્રેમમાં અંધ બનેલી 6 બાળકોની માતા ગાંધીનગર બાજુ મજૂરી કરતી હોવાની તેના પરિવારને જાણ થઇ હતી જેથી કિશોરના પરિવારજનો પહોંચ્યા હતા અને બંનેને સમજાવીને આ સંબંધ સામાજિક અને કાયદાકિય રીતે યોગ્ય ન હોવાનું જણાવી અને પરત લાવ્યા હતા.

કિશોર તથા મહિલાને બસ મારફતે સંતરામપુર બસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા. જ્યાં મહિલાએ કિશોરના માતા–પિતાને જણાવ્યું કે તમે મને મૂકવા આવશો તો મારા પિયરવાળા તમારા પાસેથી દંડ વસુલશે, માટે તમે મને મૂકવા ન આવો. હું મારી રીતે જતી રહીશ. તેમને વિશ્વાસમાં લીધા બાદ કિશોરના માતા–પિતા આઘાપાછા થતા મહિલાએ ચાલાકી વાપરી અને તે સંતરામપુર બસ સ્ટેશનમાંથી ફરીથી કિશોરને લઈ તેના પિયર રાજસ્થાનના સજ્જનગઢ તાલુકાના એક ગામડામાં તેના પિતાના ઘરે લઇ ભાગી ગઈ હતી.

હાલ પંદર દિવસ ઉપરાંતથી આ બાળ કિશોર પ્રેમમાં અંધ મહિલાના પિતાના ઘરે હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવી દઇએ કે, આ મહિલાના પતિ સહિત 6 બાળકો હયાત છે. મહિલાના પિતાએ  કિશોરના પિતાને ફોન કરી જણાવ્યુ કે તમે આવી તમારા દીકરાને લઇ જાઓ. કિશોરના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ લેખિતમાં જાણ કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Shah Jina