ખબર

ઇસરોમાં ચેરમેન સિવને જીત્યું ભારતીયોનું દિલ, આ સવાલનો એવો જોરદાર જવાબ આપ્યો કે વાહ વાહ કરશો

અંતરિક્ષના ઇતિહાસમાં ભારતને નવી ઊંચાઈ સર કરાવનારના ઇસરોના પ્રમુખ સીવને દેશને જશ્ન મનાવવાના ઘણા મૌકા આપ્યા છે. ભારતનું મુન મિશન ચંદ્રયાન-2 ના સૂત્રધાર તરીકે સીવનને હંમેશા યાદ રાખવામાં આવશે.

 

View this post on Instagram

 

#Chandrayaan2 mission very close to 100% success: #ISRO chief K #Sivan

A post shared by Doordarshan National (DD1) (@ddnational) on

લગભગ 95 ટકા સુધી સફળ થનારું ચંદ્રમિશન સાથેનો સંપર્ક ભલે તૂટી ગયો હોય પરંતુ ઓર્બીટરની સાચી દિશા અને  સીવનની મહેનત ક્યારે પણ વ્યર્થ નહિ જાય. ઓર્બિટર દવારા મોકલેલી તસ્વીરથી ખબર પડે છે કે, લેન્ડર એકદમ બરાબર છે. ઈસરો લેન્ડર વિક્રમ સાથે  સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

In an interaction with #DDNews, #ISRO Chief K #Sivan says #Chandrayaan2 mission is 95 percent successful.

A post shared by Doordarshan National (DD1) (@ddnational) on

લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટવાથી ઈસરો પ્રમુખ સીવન ખુદને રોકી શક્ય ના હતા. વડાપ્રધાન મોદીની સામે તેની આંખ છલકાઈ ગઈ હતી. વડાપ્રધાન મોદીએ તેને ગળે લગાવી સાંત્વના આપી હતી. સોશયીળ મીડિયામાં આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે ફરી એક વાર સીવન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.  આ વખતે જેના કારણે તેને પ્રસિદ્ધિ મળી છે તે એક વિડીયો કલીપ છે. જેમાં  સીવન ખુદને પહેલા એક ભારતીય જણાવે છે. એક ઇન્ટરવ્યૂમાં સિવને કહેલી આ વાત દિલને અડકી જાય છે.

સિવને જાન્યુઆરી 2018માં એક સમાચાર ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન પત્રકારોએ તેને સવાલ કર્યો હતો કે, એક તમિલ વ્યક્તિ તરીકે આપ કેટલી ઊંચાઈ પર પહોંચ્યા છો. તમિલનાડુ ના લોકોને તમે શું કહેવા માંગશો ? આ પ્રશ્નના જવાબમાં સિવને જે કહ્યું તે જાણીને તમારી છાતી પર ફુલાઈ જશે.

 

View this post on Instagram

 

கேள்வி: “ஒரு தமிழனாக நாட்டின் உயர்ந்த பதவி ஒன்றில் அமர்ந்துள்ளீர்கள்… தமிழ்நாடு மக்களுக்கு என்ன சொல்ல விரும்புகிறீர்கள்” சிவன்: “முதலில் நான் இந்தியன். ஓர் இந்தியனாகவே இஸ்ரோவில் பணியில் அமர்ந்தேன். இஸ்ரோவில், நாட்டின் அனைத்துப் பகுதி மக்களும் பணி செய்கிறார்கள். பல மொழி பேசும் மக்கள் நாட்டின் வெற்றிக்காக உழைக்கிறார்கள்” #sivan #ISRO #India

A post shared by Vikatan (@vikatan_emagazine) on

સિવને આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સૌથી પહેલા એક ભારતીય છું. મેં ભારતીયના રૂપમાં ઈસરો જોઈન કર્યું હતું. ઈસરો એક એવી જગ્યા છે જ્યાં બધા ક્ષેત્રના લોકો, અલગ-અલગ ભાષાઓ વાળા લોકો એક સાથે કામ કરતા હોય છે.અનેદદ તેનું યોગદાન આપતા હોય છે. હું મારા આ ભાઈઓ પ્રત્યે આભારી છું. જે મારી પ્રસંશા કરે છે. આ સાંભળીને ભારતીય લોકો તેનો આભાર વ્યક્ત કરતા હોય છે.

 

View this post on Instagram

 

#drsivan #ksivan #sivan #chandryan2 #isro #lendervikram #orbiter #isromissions #isroscientists #soulfulshayri

A post shared by Shayri & Quotes (@soulfulshayri) on

જણાવી દઈએ કે સિવને 1982માં ઈસરો જોઈન્ટ કર્યું હતું. અહીં તેને લગભગ બધા જ રોકેટના કાર્યક્રમમાં કામ કર્યું છે. ઇસરોના પ્રમુખ બનતા પહેલા તે રોકેટ બનાવવાવાળા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં નિર્દેશક પણ હતા.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks