રસોઈ

બનાવો સીતાફળ બાસુંદી , નાના મોટા સૌ હોંશે હોંશે ખાશે એવી સ્વાદિષ્ટ છે….

વાર તહેવારે ગુજરાતી ઘરોમાં સ્વીટ તો બનતું જ હશે. તો અત્યારે સીતાફળ માર્કેટમાં ખૂબ સારા પ્રમાણમાં ને એકદમ તાજા મળે છે, તો બનાવો આ દેવ દિવાળીના દિવસે ઘરે જ સીતાફળની બાસુંદી. ખાવામાં ટેસ્ટી ને દેખાવમાં એકદમ બેસ્ટ છે. જોઈને જ સૌને ખાવા મન લલચાઈ જશે. તો બનાવો ને ખવડાવો ઘરના સૌને સીતાફળની બાસુંદી.

સીતાફળ બાસુંદી બનાવા માટેની સામગ્રી :

  • દૂધ 1 લિટર
  • સીતાફળ 2 નંગ
  • ખાંડ 3 મોટી ચમચી
  • બદામ અને પિસ્તા

રીત

સૌપ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકી દો

અને ત્યાં સુધી સીતાફળ ની પુરે બનાવી દો. ફોટામાં આપી છે એ રીતે બનાવશો તો એકદમ સરળ બનશે.

દૂધ ને 10 થી 15 મિનિટ ઉકાળવાનું છે અને એમાં ખાંડ એડ કરો

3 મોટી ચમચી અને સીતાફળ પુયુરી એડ કરો .

અને પછી એમાં પિસ્તા એડ કરો અને હલાવો.

પછી 2 મિનિટ ઉકાળી લો તૈયાર છે આપડી સીતાફળ બાસુંદી

મારાં વ્હલા મિત્રો દિવાળી અને નવા વર્ષ માં મેહમાન ફેમિલી મેમ્બર અને મિત્રો આવે એમના માટે તમારા બાળકો માટે જરૂર થી બનાવજો રાખજો અને એમને સર્વ કરજો કેવી લાગી રેસીપી જરૂર થી બનાવજો કેવી લાગી રેસીપી કેવી લાગી અમને જરૂર થી જણાવજો

નોંધ
ખાંડ ટેસ્ટ મુજબ એડ કરજો કેમ કે સીતાફળ પણ મીઠુ હશે વધુ ગળ્યું ના થઈ જાયઃ માટે ખાંડ ઓછી એડ કરજો

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ