ધાર્મિક-દુનિયા

સીતા માતાએ આપેલ શ્રાપ આજે પણ ભોગવી રહ્યા છે આ 4 જીવો, વાંચો અને જાણો શું છે આ શ્રાપની કહાની

આમ તો હિંદુ ધર્મમાં દરેક મહિનાને ખાસ માનવામાં આવે છે પણ શ્રાદ્ધનો મહિનો એક એવો મહિનો છે જેમાં લોકો સદીઓથી અમુક નિયમોનું પાલન કરતા આવ્યા છે. શ્રાદ્ધનો મહિનો ફક્ત આપણી સાથે જ નહિ પણ આપણા પૂર્વજો સાથે જોડાયેલ છે. ઇતિહાસમાં શ્રાદ્ધ સાથે અનેક પરંપરા અને વાર્તાઓ જોડાયેલ છે જેનો ઉલ્લેખ આજે પણ રામાયણમાં આપણે જોઈ શકીએ છીએ. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલ એવી એક વાત જણાવીશું જે વાંચીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. તમને જણાવી દઈએ કે આ એકદમ સાચી ઘટના છે આને ભગવાન રામ સાથે જોડવામાં આવે છે.

Image Source

ત્રેતા યુગમાં જયારે રામ-સીતાનો જન્મ માનવ અવતારમાં થયો હતો, ત્યારે રાજા દશરથના પિંડદાન વખતે એવી ઘટના ઘટી હતી કે માતા સીતાએ ત્યાં હાજર લોકોને જૂઠું બોલવા માટે એવો શ્રાપ આપ્યો હતો કે જેનો પ્રભાવ આજે પણ તેમના પર જોવા મળે છે.

જયારે પ્રભુ રામને ૧૪ વર્ષનો વનવાસ થાય છે ત્યારે તેઓ પોતાની પત્ની માતા સીતા અને ભાઈ લક્ષમણ સાથે નીકળી પડે છે. તેઓના વનવાસ દરમિયાન જ રાજા દશરથ મૃત્યુ પામે છે અને જયારે આ સમાચાર તેમને મળે છે ત્યારે તેઓ બહુ દુખી થઇ જાય છે અને પછી તેમની ફરજ નિભાવવા માટે માતા સીતા એ લક્ષમણને પિંડદાન કરવા માટેની સામગ્રી ભેગી કરવાનું કહે છે.

Image Source

માતા સીતાનો આદેશ માનીને લક્ષમણ તરત સામગ્રીની શોધમાં નીકળી પડે છે પણ ઘણો સમય થઇ જવા છતાં પણ તેઓ પરત ફરતા નથી ત્યારે માતા સીતાને તેમની ચિંતા થવા લાગે છે. પછી તેઓ પોતાની બુદ્ધિ વાપરે છે અને જાતે જ પિંડદાન કરવા માટેની તૈયારી કરે છે. કહેવાય છે કે માતા સીતાએ આ પિંડદાનમાં ગાય, પંડિત, નદી અને કાગડાને સાક્ષી રાખીને પિંડદાન કર્યું હતું. જયારે માતા સીતા ભગવાન રામ પાસે પહોચે છે ત્યારે તેઓ જણાવે છે કે તેમણે સંપૂર્ણ વિધિ અને પરંપરાથી પિંડદાન કરી દીધું છે તમે પૂછવું હોય તો આ ચારને પૂછી શકો છો.

Image Source

માતા સીતાને વિશ્વાસ હતો કે એ ચારેય સાચું જ જણાવશે પણ તેઓ પોતાની વાતથી ફરી જાય છે અને ખોટું બોલે છે. તેઓએ પિંડદાનની વાત નકારી દીધી. આ વાત સાંભળીને ભગવાન રામ માતા સીતા પર ગુસ્સે થાય છે. ભગવાન રામના ગુસ્સાથી બચવા માટે માતા સીતાએ રાજા દશરથની આત્માને તેમની સામે આવવા માટે આજીજી કરે છે. થોડીવાર પછી રાજા દશરથની આત્મા ત્યાં આવે છે અને તેઓ કબુલ કરે છે કે માતા સીતાએ પિંડદાન કરી દીધું છે અને આ ચાર જુઠું બોલી રહ્યા છે. એ ચારેવના જુઠ્ઠું બોલવા પર માતા સીતા ગુસ્સે થઇ ગયા અને તેમને શ્રાપ આપી દીધો. તેમના શ્રાપને આજે પણ આ લોકો ભોગવી રહ્યા છે.

માતા સીતાએ પંડિતને શ્રાપ આપ્યો કે તને ગમે એટલું ધન મળશે કે પછી કોઈ રાજા તને તેનું રાજ પાટ પણ જો સોંપી દેશે તો પણ તું ગરીબ જ રહીશ. માતા એ ફલ્ગુ નદીને શ્રાપ આપ્યો કે તે પાણી આપશે તેમ છતાં પણ તે સુકી જ રહેશે. તેમણે ગાયને શ્રાપ આપ્યો કે તારી પૂજા જરૂર થશે પણ પછી તને ગમે ત્યાં રખડીને અને વધેલું ઘટેલું એંઠું ખાઈને ચલાવવું પડશે. આટલું જ નહિ માતા સીતાએ કાગડાને એકલા શાંતિથી ખાવાનું નહિ પણ લડી ઝઘડીને ખાવું પડશે એવો શ્રાપ આપ્યો. એ સમયથી આજ સુધી આ જીવો આ શ્રાપ ભોગવી રહ્યા છે. આ ઘટના એ રામાયણ સાથે જોડાયેલ છે.

Image Source

સીતામાતાના આ શ્રાપોના કારણે જે આ ચાર જીવો આજે પણ શ્રાપિત અવસ્થાથી પસાર થઇ રહયા છે. આજે પણ બ્રાહ્મણને કેટલું પણ દાન મળે તેમના મમનમાં દરિદ્રતા બની રહે છે, ગાય પૂજનીય હોવા છતાં પણ દરેક ઘરનનું એઠું ખાય છે, ફાલ્ગુ નદી હંમેશા સૂકી જ રહે છે અને કાગડો પોતાનું પેટ ભરવા માટે ટોળામાં ખાવાનું ખાય છે. અને તેની આકસ્મિક મૃત્યુ જ થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App