મુંબઇ પોલિસ સામે હાજર ન થઇ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી, પોલીસે ફોન કર્યો તો મોટું પગલું ઉઠાવ્યું

આર્યન ખાન ડગ કેસ મામલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીને મુંબઇ પોલિસે સમન મોકલી બોલાવી હતી પરંતુ તેણે સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપ્યો હતો જેને કારણે તે હાજર થઇ ન હતી.  દિલ્લી પોલિસનું કહેવુ છે કે શાહરૂખ ખાનની મેનેજર પૂજાની આ મામલે હજી કોઇ પૂછપરછ નથી કરવામાં આવી. તેનું નિવેદન SIT માટે ઘણુ જરૂરી છે. પોલિસનું કહેવુ છે કે, હાલ સ્વાસ્થ્ય કારણોને કારણે તે અમારા સુધી પહોંચી નથી પરંતુ અમે તેને જલ્દી ફરીથી બોલાવીશું. પૂજા દદલાણીને બે-ત્રણ દિવસ પહેલા મુંબઇ પોલિસે સમન મોકલ્યુ હતુ, ત્યારે તેણે તબિયત ખરાબ હોવાને કારણે મુંબઇ પોલિસથી સમય માંગ્યો હતો. હવે બે-ત્રણ દિવસ બાદ પૂજાએ મુંબઇ પોલિસના ફોન કોલ્સને ઇગ્નોર કરી દીધા છે.

મુંબઈ પોલીસે પૂજા દદલાણી પાસેથી તેનું નિવેદન લેવા માટે ત્રણ કોલ કર્યા હતા પરંતુ તેણે ફરીથી તેની ખરાબ તબિયતનો હવાલો આપ્યો. તેણે પોલીસને કહ્યું કે તેની તબિયત સારી નથી, તેથી તે નિવેદન આપવા આવી શકતી નથી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી આ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે અને તેનું નિવેદન લેવું જરૂરી છે. હાલ પોલીસ કાયદાકીય ફાઈલોની તપાસ કરી રહી છે તેથી સુઓ મોટો નોંધી શકાય તેમ નથી.

આગામી દિવસોમાં જો પૂજા દદલાણી નિવેદન આપવા પોલીસ પાસે નહીં પહોંચે તો મુંબઈ પોલીસ તેને ફરીથી સમન્સ મોકલશે. આ તેમનું બીજું સમન્સ હશે. જણાવી દઈએ કે આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સમગ્ર મામલો સંભાળી રહી છે. જેલ દરમિયાન પણ તે આર્યન ખાનના સંપર્કમાં હતી. કોરોના પ્રોટોકોલને કારણે આર્યન પાછળથી તેના પરિવારને મળી શક્યો હતો, પરંતુ ત્યાં સુધી પૂજા તમામ સુનાવણીમાં જોવા મળી હતી. આ સિવાય જ્યારે આર્યનને જામીન મળ્યા ત્યારે શાહરૂખના મેનેજરે પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લ્ખનીય છે કે, NCBએ 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં આર્યન ખાન સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે આર્યન ખાનને જામીન મળી ગયા છે, પરંતુ આર્યન ખાન ડગ કેસમાં થયેલા ખુલાસાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડગ કૌભાંડના આરોપો અને ડગ કેસની તપાસને કારણે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો જેમાં NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પોતે સવાલોના ઘેરામાં હતા.

Shah Jina