ખબર

BREAKING : ગુજરાત સરકારનો ગ્રીષ્મા કેસમાં મોટો નિર્ણય, પોલીસે તરત જ ઉઠાવ્યું આ મોટું પગલું

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં થેયલ ગ્રીષ્મા હત્યાકાંડના પડઘા હજુ કાનોમાં ગુંજી રહ્યા છે. માસુમ ફૂલ જેવી ગ્રીષ્માની હત્યા કરનારો આરોપી ફેનિલને પણ હવે હોસ્પિટલાંથી રજા આપી દેવામાં આવી છે, તેને પણ પોલીસ સામે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ત્યારે હવે આ મામલામાં પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.

ગઈકાલે ગ્રીષ્માની અંતિમ યાત્રા સુરતમાં યોજાઈ. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીષ્માને અશ્રુભેર શ્રદ્ધાંજલિ આપી હતી. આ બધા વચ્ચે તેના માતા-પિતા અને પરિવારજનોનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું હતું, જે જોતા ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.

ગ્રીષ્માની સ્મશાન યાત્રામાં પણ ગ્રીષ્માને ન્યાય મળે આને આરોપીને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ મામલામાં સરકારે આપેલા આદેશ બાદ પોલીસ દ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં  SITની રચના કરવામાં આવી છે. આ સમગ્ર મામલે રેન્જ આઇજી દ્વારા તપાસને લઈને SITની રચના કરવામાં આવી છે.

હવે આ મામલાની તપાસ ડાંગ SPના સુપરવિઝન હેઠળ 1 મહિલા ASP તેમજ 2 DYSP કરશે. આ મામલામાં હવે પોલીસ ગણતરીના દિવસોમાં જ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરશે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી. આજે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાં તેના રિમાન્ડની માંગ પોલીસ કરી શકે છે.

તો આ ઘટના બાદ ગઈકાલે મંગળવાર ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગ્રીષ્માના નિધન ઉપર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમને યુવતીના પરિવારજનો સાથે વીડિયો કોલથી વાત પણ કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પરિવારજનોને ગ્રીષ્માને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી.  ગ્રીષ્માના પરિવારજનો દ્વારા આરોપીને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી હતી.