ગ્રીષ્માને ન્યાય અપાવવા માટે લડી રહેલા ગુજરાતીઓ માટે આવ્યા સારા સમાચાર, માત્ર આટલા દિવસમાં જ આવશે આ કેસનો ઐતિહાસિક ફેંસલો

સુરતમાં થયેલી માસુમ ગ્રીષ્માની હત્યાના દોષીને સજા થાય તે માટે આખું ગુજરાત માંગણી કરી હર્યું છે. ગ્રીષ્માના પરિવારજનો દ્વારા હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે, તો સામાન્ય લોકો પણ ફેનિલને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગણી કરી રહ્યા છે. ગ્રીષ્માની હત્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પરિવાર સાથે મુલાકાત કરીને ન્યાય આપવાની વાત જણાવી હતી.  જેના બાદ ગઈકાલે મુખમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વીડિયો કોલ દ્વારા ગ્રીષ્માના પરિવાર સાથે વાત કરીને ન્યાય આવવાનું જણાવ્યું હતું.

ત્યારે હવે આ મામલામાં પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલામાં સરકારે આપેલા આદેશ બાદ પોલીસ દ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં  SITની રચના કરવામાં આવી છે. આ સમગ્ર મામલે રેન્જ આઇજી દ્વારા તપાસને લઈને SITની રચના કરવામાં આવી છે. હવે આ મામલાની તપાસ ડાંગ SPના સુપરવિઝન હેઠળ 1 મહિલા ASP તેમજ 2 DYSP કરશે.

આ મામલામાં હવે પોલીસ ત્રણ દિવસોમાં જ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરશે. તેમજ 15થી 20 દિવસમાં આ કેસમાં ઐતિહાસિક ચૂકાદો આવશે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી. આજે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાં તેના રિમાન્ડની માંગ પોલીસ કરી શકે છે.

આ ચકચારી ભરેલા કેસમાં ગઈ કાલે CRPC 164 મુજબ 4 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર કેસમાં એક મહિનાની અંદર ચુકાદો આવશે. SITની ટીમમાં કુલ 10 અધીકારીઓ શામેલ કરવામાં આવ્યા છે.. જેમા 1 SP, 1ASP, 2 DYSP, 5 PI અને એક PSI દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ કેસમાં કામરેજ પોલીસ દ્વારા આજે આરોપીફેનિલને પરેડ માટે લઈને આજે મામલતદાર કચેરીએ પહોચી હતી. જ્યાથી તેને કોવિડ ટેસ્ટ માટે રેફરલ હોસ્પિટલ પણ લઈ જવામાં આવશે. સાથે જ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

Niraj Patel