જીવનશૈલી દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

એક બહેનની કહાની જે તેના ગુમશુદા ભાઈને દોઢ વર્ષથી ગોતી રહી છે, આમ છતાં પરિણામ છે શૂન્ય- વાંચો આંખ ભીંજાય જાય તેવી સત્ય ઘટના

અમે પોલીસ પાસે મદદ માટે પહોંચ્યા તો જવાબ મળ્યો કોઈ યુવતી સાથે ભાગી ગયો હશે

આપણા નજીકમાં સૌથી પરિવારજન હોય છે. પરિવારજનને જો કંઈ પણ થઇ જાય તો ક્યાંય ચેન પડતુ નથી. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. એક બહેન છેલ્લા દોઢ વર્ષથી વધારે સમયથી તેના ભાઈની કાગડોળે રાહ જોઈ રહી છે.
23સપ્ટેમ્બર 2018ના દિવસે શીખાને આજે પણ યાદ છે, તેને અને તેના ભાઈએ શુભમ સાથે જ ચ પીધી હતી બાદમાં શુભમ રૂમમાં ગયો હતો. લગભગ 1 કલાક બાદ શિખા રૂમમાં ગઈ તો તે ના હતો. તેનો ફોન અને પર પર્સ હતા. ઘણી શોધખોળ કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું.

પિતા બેચન થતા રહેતા હતા. ઘણી વાર તે ઘરે પાસે બનેલા રેલવે ફાટક પાસે જોવા જતા હતા. આમ છતાં કોઈ જીવિત કે મૃત્યુના સમાચાર આવ્યા ના હતા.

Image source

અમને બધાને ભીની આંખે ફક્ત એક જ સવાલ હતો કે આખરે શુભમ ક્યાં ગયો હશે ? તેને ડિપ્રેશન ન હતું. તે દવા વગર કેવી રીએ ચલાવતો હશે ? તેને કંઈ ખોટું તો નહીં કર્યું હોય ને ? સાંજ સુધી તપાસ કરી હતી બાદમાં પોલીસ પાસે ગયા હતા. પોલીસે 24 કલાક રાહ જોવાનું કીધું હતું. સાથે જ કહ્યું હતું કે, સાથે ચક્ક્રર હશે અને તેની સાથે ભાગી ગયો હશે. આ વાત ગળે ઉતારતી ના હતી. પોલીસને વારંવાર કહેવા છતાં તેને ફરિયાદ દાખલ કરી ના હતી.

Image source

શુભમ જ્યારથી ચંદીગઢ છોડીને આવ્યો હતો ત્યારથી તે પરેશાન હતો. શિખા તુરંત જ ચંદીગઢ જઈને તે જ્યાં નોકરી કરતો હતો, જ્યાં રહેતો હતો જે કોલેજમાં ભણતો હતો તે જગ્યા પર ગઈ હતી. પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું હતું. શિખાએ તેના ભાઈ શુભમ માટે બધું જ કોશિશ કરી હતી પરંતુ એક પણ સફળ રહી ના હતી.એક મહિલાએ શિમલામાં શુભમ જેવા જ એક છોકરાને જોવાનો દાવોકર તુરંત જ શિખા ત્યાં જતી રહી હતી. છેલ્લા દોઢ વર્ષથી શિખા તેના ભાઈને શોધી રહી છે પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી.

Image source

દોઢ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. પરંતુ એક બહેન હજી પણ તેના ગુમ થયેલા ભાઈની શોધ કરી રહી છે. તેને આશા છે કે આગામી રક્ષાબંધન પર ભાઈ તેની સાથે રહેશે. આ વખતે, એક બહેનને રક્ષાબંધન પર તેના જીવનની સૌથી કિંમતી ભેટ મળશે. આ આશામાં શિખા એક શહેરથી બીજા શહેરમાં ભટકતી રહે છે. બધા ખરાબ વિચારો હોવા છતાં, તેના ભાઈને ફરીથી મેળવવાની ઇચ્છા બંધ થતી નથી. તેઓને આશા છે કે શુભમ આવતીકાલે નહીં તો આજે મળે.