ગિઝર બન્યો બે સગી બહેનો માટે કાળ ! ગેસ લીક થવાને કારણે બાથરૂમમાં દમ ઘૂંટાયો, થમી ગયા શ્વાસ; આખી વિગત વાંચો

પંજાબના જલંધરમાં ગીઝરમાંથી ગેસ લીક ​​થવાને કારણે બે સગી બહેનોનું મોત થઇ ગયું. બંને બહેનો ન્હાવા માટે બાથરૂમમાં ગઈ હતી. જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવી ત્યારે પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડીને તેમને બહાર કાઢ્યા. જો કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા. આ ઘટના 15 ડિસેમ્બરના રોજ બની હતી પરંતુ તે હાલમાં જ પ્રકાશમાં આવી.

મૃતક છોકરીઓની ઓળખ 10 વર્ષિય શરણજોત કૌર અને 12 વર્ષિય પ્રભજોત કૌર તરીકે થઈ છે. પ્રભજોત 7માં ધોરણની વિદ્યાર્થીની હતી, જ્યારે શરણજોત 5માં ધોરણની વિદ્યાર્થીની હતી. બંને યુવતીના માતા-પિતા વિદેશમાં નોકરી કરે છે અને તેઓ તેમના દાદા સાથે રહેતી હતી. યુવતીઓની માતા વિદેશથી પરત આવી અને તે બાદ સોમવારે બપોરે 1 વાગ્યે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બંને યુવતીઓ હુક લગાવી સ્નાન કરી રહી હતી. બંનેએ ગેસ ગીઝર ચાલુ કર્યું હતું પરંતુ એક્ઝોસ્ટ ફેન ચાલુ નહોતો.

ઘટનાની જાણ થતાં ગામમાં હોબાળો મચી ગયો હતો. લોકો અંદર પહોંચ્યા ત્યાં સુધીમાં બંનેના શરીર વાદળી થઈ ગયા હતા, મૃતક યુવતીઓની માતા છેલ્લા પાંચ વર્ષથી દુબઈમાં તેની બહેન સાથે રહે છે. યુવતીના પિતા લગભગ ત્રણ મહિના પહેલા આર્મેનિયા ગયા હતા. માતા દુબઈથી પરત ફર્યા બાદ બપોરે બંને બાળકીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે પિતા વિદેશમાં છે.

Shah Jina