આજકાલ સંબંધોને શર્મસાર કરનારા ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. ત્યારે એવો જ એક કિસ્સો હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે જેમાં બે સગી બહેનોએ પોતાના કિશોર પ્રેમીઓથી છુટકારો મેળવવા માટે એવું ષડયંત્ર રચી દીધું કે જાણીને સૌના રૂવાંડા ઉભા થઇ જાય.

આ ઘટના છે ખમકરણ ક્ષેત્રના મહેમુદપુર ગામની. જ્યાં બે સગી બહેનોના પરણિત હોવા છતાં પણ અફેર હતા. બંને પરણિત પ્રેમીકાઓએ પોતાના પ્રેમીઓથી છુટકારો મેળવવા માટે રાત્રે એક જગ્યાએ તેમને મળવા માટે બોલાવ્યા. ત્યારબાદ પરિવારવાળાઓ સાથે મળીને એક કિશોરને ગાડીથી કચડી અને હત્યા કરી નાખી જયારે બીજો કિશોર કોઈપણ રીતે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી નીકળ્યો. બચી ગયેલા કિશોરની ફરિયાદ ઉપર ખેમકર પોલીસ સ્ટેશન દ્વારા બંને યુવતીઓ અને તેમના ભાઈઓ સહીત સાત લોકોની હત્યાના ગુન્હા સહીત બીજા ગુન્હા નોંધીને ધરપકડ કરી છે.

મહેમુદપુર ગામના રહેવાસી ગુરપિંદર સિંહ (17) દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે તેને અને તેના કાકાના દીકરા અનમોલપ્રીત સિંહ (17)ના બે પરણિત સગી બહેનો સાથે પ્રેમ સંબંધ હતા. બંનેના અલગ અલગ ગામની અંદર લગ્ન થયા હતા. બંને યુવતીઓ તેમનાથી છુટકારો ઇચ્છતી હતી અને અમને મળવા માટે બોલાવ્યા હતા.

ત્યારે બંને ભાઈઓ બાઈક લઈને પહોંચ્યા હતા. બંને યુવતીઓ પણ સ્કૂટી ઉપર ત્યાં આવી પહોંચી હતી. થોડી જ વારમાં ઇનોવા ગાડીની અંદર બેસી અને યુવતીના પરિવારજનો ત્યાં આવી ગયા. તેમને પોતાની ગાડીથી તેમની બાઇકને ટક્કર મારી દીધી અને અનમોલપ્રીત સિંહને કચડી નાખ્યો. ગુરપિંદર સિંહે ભાગીને પોતાનો જીવ બચાવી લીધો.

પોલીસને આપેલી ફરિયાદમાં ગુરપિંદર દ્વારા જણાવામાં આવ્યું કે તેના કાકાના છોકરા ગુરુપ્રીત સિંહના લગ્નને લઈને ઘરમાં સમારંભ હતો. ત્યારે અનમોલપ્રીત સિંહને તેની પ્રેમિકાનો ફોન આવ્યો અને ઘરેથી સામાન લેવાના બહાને બંને ભાઈઓ મળવા માટે નીકળી ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ મામલાની હજુ તપાસ કરવામાં આવી રહી છે. ટીમો આરોપીઓની તપાસમાં લાગી છે.ટૂંક સમયમાં આરોપીને પોલીસ પકડશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.