નાના ભાઈએ બહેનને કરી દીધી વૉટ્સએપમાં બ્લોક, પછી મોટી બહેને જે કર્યું તે વર્લ્ડ રેકોર્ડ કરતા જરા પણ કમ નથી, જુઓ તમારું પણ દિલ જીતી લેશે

ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ખુબ જ અનોખો હોય છે, બાળપણથી લઈએં જુવાની સુધી ભાઈ અને બહેન એક બીજાને અનહદ પ્રેમ પણ કરે છે અને બંને વચ્ચે એટલા ઝઘડા પણ થતા હોય છે, છતાં પણ આ પ્રેમ અતૂટ રહે છે. જયારે બહેન વિદાય લઈને સાસરે જાય છે ત્યારે ભાઈ પણ પોતાના આંસુઓને રોકી શકતો નથી. રક્ષાબંધન ઉપર બહેન દ્વારા બાંધવામાં આવતી રાખડી ભાઈ બહેનના અતૂટ પ્રેમનું એક બંધન છે અને દરેક ભાઈ પોતાની બહેનની હંમેશા રક્ષા કરે છે.

ત્યારે ભાઈ બહેનના આવા જ એક પ્રેમનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં નાના ભાઈએ બહેનને વૉટ્સએપમાં બ્લોક કરી દીધી, પછી બહેને ભાઈ સાથે વાત કરવા માટે જે કર્યું તે કોઈ વર્લ્ડ રેકોર્ડ કરતા પણ જરા કમ નથી. બહેનનો આ પ્રેમ સોશિયલ મીડિયામાં લોકોનું દિલ જીતી રહ્યું છે.

કેરળમાં એક ભાઈને તેની બહેન પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેને વોટ્સએપ પર બ્લોક કરી દીધી. જ્યારે બહેનને આ વાતની જાણ થઈ તો તેણે પોતાના 21 વર્ષના ભાઈને સમજાવવા માટે એવું કામ કર્યું કે મામલો ચર્ચાનો વિષય બની ગયો. આ મામલો ઇડુક્કી જિલ્લાનો છે. અહીં રહેતી કૃષ્ણપ્રિયા નામની એક એન્જિનિયરે તેના નાના ભાઈની માફી માંગવા માટે બિલિંગ રોલ પર 434 મીટર લાંબો પત્ર લખ્યો, જેનું વજન લગભગ 5 કિલોગ્રામ છે. કૃષ્ણપ્રિયાનો દાવો છે કે આ પત્ર લખવામાં તેમને લગભગ 12 કલાક લાગ્યા હતા.

કૃષ્ણપ્રિયાના જણાવ્યા અનુસાર તે આ વર્ષે ‘ઈન્ટરનેશનલ બ્રધર્સ ડે’ પર તેના નાનાભાઈ  કૃષ્ણ પ્રસાદને શુભેચ્છા આપવાનું ભૂલી ગઈ હતી. કદાચ આનાથી નારાજ થઈને તેણે તેને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી. આ પછી તેણે તેના ભાઈને એક લાંબો અને ભારે પત્ર લખ્યો. યુનિવર્સલ રેકોર્ડ ફોરમ અનુસાર, કૃષ્ણપ્રિયાએ અત્યાર સુધીનો સૌથી લાંબો પત્ર લખ્યો છે.

કૃષ્ણપ્રસાદે તેની બહેનને કેટલાક સંદેશા મોકલ્યા હતા. તેણે તેના પર ધ્યાન ન આપ્યું. પાછળથી, તેણીએ તેમને જણાવવા માટે કેટલાક સ્ક્રીનશોટ પણ મોકલ્યા કે અન્ય લોકોએ તેણીને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવી. જ્યારે બહેને તેમના સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો અથવા તેમને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવી ન હતી, ત્યારે તેણે તેને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી.

બહેને કહ્યું “હું તેને શુભેચ્છા આપવાનું ભૂલીગઈ. સામાન્ય રીતે ‘બ્રધર્સ ડે’ પર હું તેને ફોન કરતી, અથવા તેને અભિનંદન આપવા માટે મેસેજ મોકલતી. પરંતુ આ વર્ષે મારા વ્યસ્ત સમયપત્રકને કારણે તે મારા મગજમાંથી નીકળી ગયું. મેં જોયું કે તેણે મને અન્ય લોકોની શુભેચ્છાઓના સ્ક્રીનશૉટ્સ મોકલ્યા છે. અમારો સંબંધ મા-દીકરા જેવો છે. પરંતુ મને દુઃખ થયું કે તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. મને વોટ્સએપ પર પણ બ્લોક કરી દીધી.

તે તેના ભાઈને ખુબ જ મિસ કરી રહી હતી જાણે કારણે તેને 25 મી મેના રોજ પત્ર લખવાનું શરૂ કર્યું. પહેલા તેણે લખવા માટે A4 સાઈઝનો કાગળ લીધો. પણ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તેની લાગણી સામે પેપર ટૂંકું પડી જશે. લાંબો કાગળ ન મળતાં તેણે બિલિંગ રોલ પર જ પત્રો લખવાનું શરૂ કર્યું. તેણે 15 રોલ્સ ખરીદ્યા અને તે બધા પર તેના દિલની વાત લખી, જેમાં તેને 12 કલાકનો સમય લાગ્યો.

પત્ર પેક કરવાનું તેમના માટે કપરું કામ હતું. કારણ કે દરેક રોલની લંબાઈ લગભગ 30 મીટર હતી. આવી સ્થિતિમાં, તેણે કોઈક રીતે તે પત્ર એક બોક્સમાં પેક કર્યો. પોસ્ટ ઓફિસે પણ 5.27 કિલો વજન ધરાવતા બોક્સને કોઈ સમસ્યા વિના લઈ લીધું. જ્યારે તેના ભાઈ કૃષ્ણપ્રસાદને બે દિવસ પછી પત્ર મળ્યો, ત્યારે તેણે વિચાર્યું કે તે તેના જન્મદિવસની ભેટ છે. કૃષ્ણપ્રિયા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી ચૂકી છે. કારણ કે તેઓ માને છે કે તે અત્યાર સુધીનો સૌથી લાંબો પત્ર છે.

Niraj Patel