લોકો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે ગમે તે હદ વટાવવા તૈયાર થાય છે. સોશિયલ માડિયાની ઘેલછાએ લોકોને ન કરવાનું પણ કરતાં શિખવ્યું છે. સોશિયલ મીડિયાને કારણે લોકોની લાગણીઓ કેટલી હદે મરી ગઈ છે તેનું એક ઉદાહરણ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યું છે. ત્યારે, હાલ ઈન્સ્ટાગ્રામ પર એક એવી રીલ વાયરલ થઈ રહી છે. જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો.
આ વાયરલ વીડિયો બહેન સાથે સંબંધિત છે, જે ભાઈના મૃત્યુ પર પણ રીલ બનાવી રહી છે. વીડિયોમાં ભાઈનો મૃતદેહ પડેલો છે. ભાભી માતમ મનાવી રહી છે અને નણંદ અસંવેદનશીલતાની હદ વટાવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં રીલ્સના વધતા જતા પ્રભાવનું ખૂબ જ ચિંતાજનક પાસું છે.
ભાઈના મૃત્યુની રીલ
આ વાયરલ વીડિયો એક મહિલાએ બનાવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રૂમની અંદર એક મૃતદેહ પડેલો છે. તેની બાજુમાં બેઠેલી પત્ની રડી રહી છે. મૃતકની બહેન એટલે કે નણંદ પણ પાસે બેઠી છે. રૂમમાં બીજી એક સ્ત્રી પણ હાજર છે. પણ ભાભીને દિલાસો આપવાના બદલે નણંદ તેની મજાક ઉડાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન રીલનું શૂટિંગ કરતી વખતે મૃતકની બહેન સ્થાનિક ભાષામાં કહે છે કે, “ભાભી રડશો નહીં. ન તો જન્મની ખબર હોય છે, ન તો મૃત્યુની. માણસને ક્યારે શું થઈ જાય તેની કોઈને ખબર નથી હોતી.” ત્યારે પોતાના ભાઈના મૃત્યુ પર રીલ બનાવનારી આ મહિલાએ સાબિત કરી દીધું કે અમુક લોકો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવા માટે કેટલી હદે જઈ શકે છે.
16 જાન્યુઆરીએ @noble_mobile_shopee ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેને જોઈને નેટીઝન્સ ખૂબ ગુસ્સે ભરાયા છે. એક યુઝરે લખ્યું હતું કે, “પાગલ થઇ રહ્યા છે લોકો ઈન્સ્ટાગ્રામના ચક્કરમાં.” બીજા એક યુઝરે લખ્યું હતું કે, “ધિક્કાર છે આવા લોકો પર”. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “હું તો આ બે મહિલાઓના પતિઓ વિશે વિચારું છું કે કયા હાલમાં હશે બિચારાઓ.” આ વીડિયોને અત્યાર સુધી 2 મિલિયન કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે.
View this post on Instagram