પત્ની અને છોકરીને છોડીને ગર્ભવતી સાળી સાથે લગ્ન કરી રહ્યો હતો પતિ અને એક દિવસ…

સાળી અને જીજાની એક અજબ પ્રેમની ગજબ કહાનીનો મામલો બિહારના નાલંદા જિલ્લામાં સામે આવ્યો છે. પોતાની ગર્ભવતી પત્ની અને માસુમ દીકરીને છોડીને સાળી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા. કેમ કે સાળી તેના છોકરાની મા બનવાની હતી. જયારે આ લગ્ન વિશે તેની પત્નીને ખબર પડી ગઈ અને તે આ લગ્ન રોકવા માટે મંદિર ગઈ હતી. પણ એ પહોંચી ત્યાં સુધી બંનેના લગ્ન થઇ ગયા હતા. તેને પતિએ તેની બહેનના સેંથામાં સિંદૂર પુરી નાખ્યું હતું. પછી મંદિરમાં બધાની સામે પતિ-પત્ની અને સાળી એટલે કે બીજી પત્ની વચ્ચે ઝગડો શરુ થયો.

એક બાજુ 1 વર્ષના છોકરીને લઈને ઉભેલી ગર્ભવતી મહિલા જોર જોરથી રડતી હતી તો બીજી તરફ લગ્નના જોડામાં 6 મહિનાની ગર્ભવતી મહિલા હતી. બંનેને ઝગડતા જોઈ લોકોએ છોકરાને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે સાળી તેના છોકરાની મા બનવાની છે તેથી અમે ભાગીને લગ્ન કરી લીધા અને બધાને ચખ્મો આપીને પેલો ત્યાંથી ભાગી ગયો. પછી બંને સગી બહેનો સોતન બનીને ઝગડતી ઝગડતી પોતાના ઘરે જતી રહી.

જણાવી દઈએ કે આ મામલો બિહારના નાલંદાના બિહારશરીફના મેહર ગામનો છે. આ ગામના રહેવાસી મુકેશના લગ્ન બે વર્ષ પહેલા હિલસાની રહેવાસી મીના (કાલ્પનિક નામ) સાથે થયા હતા. લગ્ન થયા પછી બંને સુખી સુખી પોતાનું જીવન જીવતા હતા. જયારે મીના મા બનવાની હતી ત્યારે તેની સંભાળ કરવા મીનાની બહેનને બોલાવી હતી. પછી પતિ-પત્ની અને સાળી ત્રણે સાથે રહેતા હતા.

આ સમયે મુકેશ અને તેની સાળી રિના (કાલ્પનિક નામ) ની વચ્ચે નજદીકી વધી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. તેને પછી બંને એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યા. આમ ને આમે કેટલાક મહિના વીતી ગયા અને પત્નીની સાથે સાળી પણ ગર્ભવતી થઇ ગઈ.

મુકેશ આ ગામમાં ભાડાના મકાનમાં રહે છે અને તે એક સુથાર હતો. જયારે સાળીના ગર્ભવતી હોવાની ખબર પડી ત્યારે તેને પોતાની પાસે શહેર બોલાવી અને તેની સાથે લગ્ન કરવા માટે મંદિર જતા રહ્યા,  પરંતુ ત્યાં રહેતા લોકોએ આ વાતની જાણકારી તેની પત્નીને આપી દીધી.

આ વાતની જાણ થતા તે મંદિર પહોંચી તો તે મહિલા ત્યાંનો નજારો જોઈને ચોંકી ગઈ કેમ કે તેના પતિએ તેની બહેનના સેંથામાં સિંદૂર પુરી નાખ્યું હતું. પછી ખબર પડી કે સાળી મુકેશના છોકરાની મા બનવાની છે. મુકેશ ત્યાંથી ભાગી ગયો પછી આસપાસના લોકોને બંને બહેનોને સમજાવી ઘરે મોકલી. હવે પરિવાર સાથે વાત કરીને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત કરી રહ્યા છે.

YC