ડભોઇમાં જીજાજીએ 19 વર્ષની સાળી સાથે બાંધ્યા અનૈતિક સંબંધો, ગર્ભ રહી જતા જ એવું કર્યું કે કહેશો આને જાહેરમાં લટકાવો

વડોદરાના ડભોઇમાં જીજુએ 19 વર્ષની સાળી સાથે વારંવાર સુખ માણ્યું અને છેલ્લે સાળીની આવી હાલત કરી દીધી, સમગ્ર ઘટના જાણીને કહેશો આ નરાધમને જાહેરમાં લટકાવી દો

દેશભરમાં સંબંધોને શર્મશાર કરનારી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ગુજરાતમાં પણ છેલ્લા કેટલાય સમયથી હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે, તો ક્યાંક પ્રેમ સંબંધોના કારણે કોઈનો જીવ લેવામાં આવે છે, હાલ એવો જ એક મામલો વડોદરા જિલ્લાના ડભોઈમાંથી સામે આવ્યો છે.

ડભોઇમાં એક જીજાજીએ પોતાની 19 વર્ષની સાળી સાથે સંબંધો બાંધ્યા અને સાળીને ગર્ભ રહી જતા તે લગ્ન માટે દબાણ કરી રહી હતી, અને જો લગ્ન નહિ કરે તો તેના પિતાને જાણ કરવાની વાત કરી હતી, જેના કારણે જીજાજીએ સાળીને ખેતરમાં બોલાવીને ગળું દબાવી અને ઓઢણીનીથી ગળે ટુંપો દઈને હત્યા કરી નાખી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ગત તા. 24 માર્ચના રોજ ડભોઇમાં આવેકળા મંડાળા ગામમાં રહેતી એક 19 વર્ષીય યુવતી પીસઈ જતા રોડની બાજુમાં આવેલા ખેતરની અંદર દિવેલા કાપવા માટે બપોરે 2 વાગ્યાની આસપાસ ગઈ હતી. જેના બાદ તે કુદરતી હાજતે જવા માટે ગઈ અને પરત ના ફરી.

જેના બીજા દિવસે એટલે કે 25 માર્ચના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ મંડાળા ગામના દીપક કાંતિભાઈ પટેલના દીવેલાવાળા ખેતરના સેઢા પાસેથી તેની લાશ મળી આવી હતી. જેમાં યુવતીના પાયજામાનું નાડું છૂટું હતું અને તેના ગળામાં દુપટ્ટો કસોકસ બાંધેલો હતો. ત્યારે આ મામલો પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેના બાદ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા મૃતકના સ્વજનોની પુછપરછ કરી હતી જેના બાદ તેના જીજાજી મુકેશ કૂંજીભાઈ ડુંગરાભીલની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે 7 મહિના પહેલા તે તેની પત્ની અને સાસુ સસરા અને સાળીઓ સાથે ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. જ્યાં એક સાળી સાથે જીજાજીના સંબંધો બંધાયા હતા. જેનાથી સાળીને ગર્ભ પણ રહી ગયો હતો અને તેના કારણે તે લગ્ન માટે દબાણ કરતી હતી અને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા.

યુવતી તેના જીજાજીને પિતાને કહી દેવાની ધમકી પણ આપતી હતી, જેના કારણે આવેશમાં આવીને જીજાજીએ સાળીને મારવાનું નક્કી કરી નાખ્યું અને તેને ચોરી છુપીથી ખેતરમાં બોલાવીને તેની હત્યા કરી નાખી. આ મામલામાં પોલીસે હત્યારા મુકેશની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel