ખબર

અમદાવાદમાંથી સામે આવી સંબંધોને શર્મસાર કરવાની ઘટના સામે, બેશરમ સગી ભાભીએ જ નણંદને અધધ રૂપિયામાં ગંદુ કામ કરવા ધકેલી, 2 યુવકોએ….

સંબંધોના થયા લીલાલહેર…! સગી ભાભીએ નણંદને અધધધ હજારમાં ગ્રાહકોને સોંપી અને રાત્રે સુખ માણવા..જાણો વિગત

દેશભરમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ગુજરાત પણ હવે આવી ઘટનાઓથી બાકાત નથી. ગુજરાતમાં આડા દિવસે એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને જ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં સગી ભાભીએ જ પોતાની સગીર નણંદને ગંદુ કામ કરવા માટે ધકેલી દીધી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને બે હજાર રૂપિયા લઈને દેહવિક્રય માટે મોકલતી ભાભી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં પોલીસે હાલ આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ ઘટનામાં મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર વટવા GIDCમાં રહેતી સગીરા સાથે રોજ નવા નવા લોકો આવીને જબરદસ્તી સંબંધ બાંધતા હતા. આ માટે સગીરાની સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી. ભાભી જ નણંદને બળજબરીપૂર્વક બે હજાર રૂપિયામાં યુવકો સાથે મોકલી આપતી હોવાનું પણ સામે આવ્યું છે.

સગીરા પોતાનાં ભાભી સાથે રામોલ રિંગ રોડ પર આવેલા પુષ્પક ફ્લેટમાં રહેવા ગઈ આવી હતી. તે સમયે તેનાં ભાભીએ પોતાની મીત્રને બોલાવી તેની સાથે મોકલી હતી બાદમાં રોજ સગીરાની ભાભીનાં કહેવાથી ભાભીની મીત્ર સગીરાને હોટલમાં લઈ જતી. જ્યાં એક યુવક પાસેથી 2 હજાર રૂપિયા લઈને હોટલમાં દેહનો સોંદો કરાયો હતો અને યુવકે સગીરાની મરજી વિરુધ્ધ સંબંધો બાંધ્યા હતા.

સગીરા રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી હતી. બાદમાં તેની ભાભીના કહેવાથી ફરીથી સગીરાને ઈસનપુર લઈ જવામાં આવી, જ્યાં અન્ય એક યુવક પાસેથી રૂપિયા બે હજાર લઈને તેને યુવકના ઘરે બીજા રૂમમાં મોકલી આપી હતી. ત્યાં તેની સાથે આરોપી યુવકે બળજબરીથી સંબંધ બાંધ્યો હતો.

બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને ભાભીએ આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે  સગીરા સાથે દુષ્કર્મ આચરવા મામલે બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.