દિયરના લગ્નમાં બે ભાભીઓએ મળીને કર્યો એટલો જબરદસ્ત ડાન્સ કે દુલ્હન પણ જોતા જ રહી ગઈ, જુઓ વીડિયો

દિયરના લગ્નમાં ધમાકેદાર ડાન્સ કરીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ ભાભીઓ, 9 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો, તમે પણ જુઓ

લગ્ન હોય તો ઘરમાં કોને ખુશી ના હોય અને ખાસ ખુશી લગ્નમાં ભાભીને હોય છે, ભાભી આવનારી દેરાણીને લાવવા માટે ખુબ જ ઉત્સાહિત હોય છે અને નાચતા ગાતા જાન લઈને કન્યાના માંડવે પહોંચે છે. સોશિયલ મીડિયામાં દિયર ભાભીના ડાન્સ અને દિયરના લગ્નમાં ભાભીનો ધમાકેદાર ડાન્સ વાયરલ થતો હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં બે ભાભીઓના ડાન્સે દિલ જીત્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દિયર વરરાજા બનીને  લગ્ન મંડપમાં ઉભો છે અને તેની બે ભાભી તેની એન્ટ્રી કરાવે છે. સૌ પ્રથમ, બંને ભાભીએ ‘મેરે યાર કી શાદી હૈ’ ગીત પર એન્ટ્રી કરી અને પછી દિયરને પણ તેમની સાથે ડાન્સ કરાવ્યો. તેની ભાભીએ ‘લો ચલી મેં, અપની દેવાર કી બારાત લેકે’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આટલું જ નહીં આખરે ભાભી તેની ભાવિ દેવરાણીને પણ લઈ આવી.

જેના બાદ થનારી દેરાણી સાથે ભાભીઓ જબરદસ્ત ડાન્સ કરવા લાગી ગઈ. દિયર અને બંને ભાભીની જોડી ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ભાભીએ પોતાના દિયર માટે કરેલો આ ધમાકેદાર ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ગ્લેડીયેટર ડાન્સ ક્લાસીસ દ્વારા YouTube પર શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખુબ જ જોવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ ડાન્સની ખુબ જ પ્રસંશા કરતા પણ જોવા મળે છે, આ ઉરપટ ઘણા લોકોએ કોમેન્ટ કરીને ભાભીઓના આ ડાન્સના વખાણ પણ કર્યા હતા.  આ વીડિયોમાં ભાભીઓના ચહેરા ઉપર પણ દિયરના લગ્નની ખુશી જોવા મળી રહી છે.

Niraj Patel