બહેન તેના બોયફ્રેન્ડ સાથે મનાવી રહી હતી રંગરેલિયા અને અચાનક આવી ગયો ભાઇ, પછી થયુ એવું કે ઘટના જાણી રુવાંડા ઊભા થઇ જશે

નાના ભાઈએ ભૂલથી બહેનને બોયફ્રેન્ડ જોડે આપત્તીજનક સ્થિતિમાં જોઈ લીધી પછી બેશરમ બહેને કર્યો ગંદો કાંડ – ખરેખર ઘોર કળયુગ આવી ગયો

દેશભરમાંથી ઘણીવાર ચકચાક મચાવી દે તેવી ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર કોઇ વાત છુુપાવવા માટે હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર કોઇ અન્ય કારણોસર હત્યાના બનાવો બનતા હોય છે. ત્યારે હાલ એક ખૂબ જ ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળી તેના નાના ભાઇની હત્યા કરી દીધી. હત્યાનું કારણ એ હતુ કે, તેના ભાઇએ તેને તેના બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. આ કારણે તેણે તેના ભાઇની હત્યા કરી દીધી.

મહારાષ્ટ્રના નાગપુરમાં આ ઘટના બની છે. જયાં એક બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના જ 12 વર્ષના ભાઈની હત્યા કરી છે. ભાઈએ બહેન અને તેના બોયફ્રેન્ડને વાંધાજનક સ્થિતિમાં જોયા અને તેમને કહ્યું કે પરિવારના સભ્યોને તે બધું જણાવી દેશે. પરિવારના સભ્યોને કંઈ ખબર નહોતી, તેથી બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના ભાઈનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં વાડી પોલીસે આ કેસમાં હત્યાના આરોપમાં બહેન અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. સોમવારે સાંજે આરોપી બહેનના ઘરે કોઈ નહોતું. માતાપિતા કોઈ કામથી બહાર ગયા હતા. ત્યારે બહેનનો બોયફ્રેન્ડ ઘરે પહોંચ્યો. આ પછી, નાના ભાઈએ બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા. બંને આપત્તિજનક સ્થિતિમાં હતા કે અચાનક છોકરીનો 12 વર્ષનો ભાઈ પહોંચ્યો અને તેણે માતાપિતાને ઘટના વિશે જાણ કરવાનું કહ્યું.

ને વચ્ચે ઝઘડો થયો અને પછી છોકરીના બોયફ્રેન્ડે છોકરીના ભાઈને મારવાનું શરૂ કર્યું. આરોપ છે કે તેને ખરાબ રીતે માર્યા પછી પણ જ્યારે તેઓ સંતુષ્ટ ન થયા ત્યારે બંનેએ મળીને છોકરાનું ગળું દબાવી દીધું. આ ઘટના પછી, છોકરીએ તેના ભાઈને જમીન પર પછાડ્યો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ભાઈની મોત પછી બહેને માતા-પિતાને ફોન કર્યો અને કહ્યું કે ભાઈ રમતી વખતે પડી ગયો હતો અને ઉભો થઈ શક્યો ન હતો. જ્યારે માતા -પિતાએ ઘરે પરત આવતાં તપાસ કરી તો ભાઈ મૃત હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઘટનાની તપાસ કરવા પહોંચ્યા હતા, તેમણે મૃતદેહ જોયો અને તેમને શંકા ગઈ. બાળકના શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા અને ગળા પર સ્ક્રેચના નિશાન પણ જોવા મળ્યા હતા. આ અંગે થોડી શંકા ગઈ અને તેમને છોકરીના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ મળી. જેમાં એક છોકરા સાથેની વાતચીતના રેકોર્ડ દિવસમાં ઘણી વખત મળી આવ્યા હતા. આ પછી યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી, થોડા કલાકોમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. આ પછી મંગળવારે સવારે તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી.

Shah Jina