મોટી બહેને પોતાના અનેક પ્રેમીઓ સાથે મળી નાની બહેન પર કરાવ્યો ગેંગરેપ, દરિંદોએ નખથી ચહેરા અને બ્રેસ્ટને નોંચ્યુ

દરિંદોએ નખથી ચહેરા અને બ્રેસ્ટને નોંચ્યુ, મોટી બહેને કરાવ્યો ગેંગરેપ, આવી બહેન ભગવાન કોઈને ના આપે!

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર દેશભરમાંથી દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ ગેંગરેપનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીર વયની છોકરી પર 4-5 છોકરાઓએ સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તમને જાણીને નવાઇ લાગશે કે પીડિતા સાથે આવું તેની મોટી બહેને જ કર્યુ હતુ. ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં શેરડીના ખેતરમાં એક છોકરીની લાશ પડેલી મળી આવી હતી. પોલીસે યુવતીના પરિવારજનોની પૂછપરછ કરી તો તેની મોટી બહેન થોડી ડરેલી દેખાતી હતી. આ અંગે પોલીસે તેની પૂછપરછ થોડી કડકાઇથી કરી તો ખબર પડી કે મોટી બહેને તેના પ્રેમીઓ સાથે મળીને નાની બહેન પર સામૂહિક બળાત્કાર ગુજારાવ્યો હતો.

લખીમપુર ખેરી જિલ્લાના એસપીએ જણાવ્યુ કે, મોટી બહેનના તેના જ ગામમાં રહેતા લગભગ 4-5 છોકરાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેને લઇને નાની બહેન વિરોધ કરતી હતી. મોટી બહેને પોતાની કાળૂ કરતૂત છુપાવવા માટે કાવતરું ઘડ્યું અને તેણે નાની બહેનને ખેતરમાં બોલાવી હતી. મોટી બહેનના ચાર પ્રેમીઓએ પહેલા યુવતી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે રાજી ન થઇ તો તેની મોટી બહેને તેનો એક હાથ પકડ્યો અને ત્યારબાદ બહેને ચાર પ્રેમીઓ સાથે મળીને તેની બહેન પર સામૂહિક બળાત્કાર ગુજારાવ્યો. એસપીએ જણાવ્યું કે તે પછી બહેને મળીને તેની નાની બહેનનું દુપટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરવામાં મદદ કરી.

આ કેસમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મોટી બહેન સિવાય સામૂહિક બળાત્કારની ઘટનામાં ચાર આરોપીઓ અને ત્રણ આરોપીઓ છે જેઓ તેમની રક્ષા કરતા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવ્યુ કે, ગુનેગારોએ નખ વડે ચહેરા અને બ્રેસ્ટ પર ક્રૂરતાપૂર્વક ઉઝરડા કર્યા હતા.મૃતક સાથેની ક્રૂરતામાં તેની બહેને આરોપીઓને સાથ આપ્યો હતો. મૃતકની લાશ બુધવારે સવારે ઘરથી 500 મીટર દૂર શેરડીના ખેતરમાંથી મળી આવી હતી.

મૃતકની મોટી બહેન ગામના જ આરોપી રણજીતને પ્રેમ કરતી હતી. મૃતકને આ વાતની ખબર પડી. તેણે ઘરે આ અંગે ફરિયાદ કરી. આ પછી મોટી બહેને ઘર છોડવાનું બંધ કરી દીધું. તેનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. જેનાથી નારાજ થઈને મોટી બહેને નાની બહેનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ત્રણ મિત્રો અમરસિંહ, અંકિત અને સંદીપ અને બે સંબંધીઓએ રણજીતને મદદ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે હત્યાનો પ્લાન એક મહિના પહેલા જ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ માત્ર સ્થળની રાહ જોઈ રહ્યા હતા અને બુધવારે તક મળતા જ મોટી બહેન નાની બહેનને પોતાની સાથે લઈ ગઇ જ્યાં આરોપીઓ તેની રાહ જોઇ રહ્યા હતા. રણજીત અને તેના મિત્રોએ તેમના સંબંધીઓ દીપુ ચૌહાણ અને અર્જુનને બોલાવીને ગુનો આચર્યો હતો. જ્યારે રણજીત, અમરસિંહ, અંકિત અને સંદીપ મૃતકને મારતા હતા. ત્યારે દીપુ ચૌહાણ અને અર્જુન નજર રાખી રહ્યા હતા.

Shah Jina