અજબગજબ ખબર

રક્ષાબંધનના પહેલા બહેને ભાઈને કિડની આપીને આપી જીવનની અનોખી ભેંટ, કહ્યું-મરતા જોઈ શકતી ન હતી…વાંચો આજની જોરદાર સ્ટોરી

અમુક જ દિવસોમાં ભાઈ-બહેનના અનોખા સંબંધનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પણ તેના બદલામાં તેની રક્ષા કરવાનું વચન આપે છે. જો કે આજના સમયમાં તો રાખડી બાંધવા પર ભાઈ બહેનને કોઈકને કોઈક ભેંટ પણ ચોક્કસ આપે છે.જો કે આજે અમે તમને ભાઈ બહેનના અનોખા સંબંધની જે વાત કહેવા જઈ રહ્યા છે તેમાં બહેને ભાઈને અનોખી ભેંટ આપીને એક મિસાલ કાયમ કરી છે.

Image Source

હરિયાણાના સિરસા જિલ્લામાં અમુક દિવસો પહેલા જ આવી એક ઘટના બની છે જ્યા એક બહેને પોતાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. ડબવાલીના એક ગામ લોહગઢની રહેનારી રાજવીન્દ્ર કૌરે પોતાની કિડની પોતાના ભાઈને આપીને ભાઈને નવા જીવની અનોખી ભેંટ આપી છે.

પંજાબના ખોખર ગામમાં રહેનારા રાજવીન્દ્રના ભાઈ સુરેન્દ્રની બંન્ને કિડની ફેલ થઇ ગઈ હતી, તે અઠવાડિયામાં બે વાર ડાયાલીસીસ કરાવવા લાગ્યા હતા, તેની માં પણ હેપેટાઈટીસથી પીડિત હતા,સુરેન્દ્રની પત્નીની પણ કિડની મેચ ના થઇ શકી.એવામાં નાના ભાઈનો જીવ બચાવવા માટે સુરેન્દ્રની બહેન રાજવીન્દ્ર આગળ આવી અને પોતાની એક કિડની ભાઈને આપી દીધી.હોસ્ટિપટલમાં ભાઇ-બહેનના આ અનોખા પ્રેમની ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી.

પોતાના ભાઈને કિડની આપવાનો નિર્ણય કરી ચુકેલી રાજવીન્દ્ર કૌરે પહેલા તો પોતાના પતિ અને પતિના પરિવારના લોકો પાસેથી પરવાનગી માંગી,એવામાં ભાઈના પ્રતિ બહેનનો આવો પ્રેમ જોઈને તેઓએ તેને કિડની આપવા માટેની પરવાનગી આપી દીધી.એવામાં સૌથી ખાસ વાત એ પણ હતી કે રાજવીન્દ્રના પતિ ભુપિન્દ્ર સિંહે તો શપથપત્ર પણ આપ્યો કે તેને આ બાબત પર કોઈ જ આપત્તિ કે અણગમો નથી.

રાજવીન્દ્રના પિતા જગદીશ સિંહની લગભગ એક મહિના પહેલા જ મૃત્યુ થઇ હતી તેને પણ કિડની અને લીવર ફેલ થાવાની સમસ્યા હતી,હજી તો આ દુઃખમાંથી બહાર આવ્યા ન હતા કે નાના ભાઈની કિડની ફેલ થાવાના દુઃખદ સમાચાર મળ્યા.પિતાને ગુમાવ્યા પછી બહેન હવે પોતાના ભાઈને ગુમાવવા માગતી ન હતી.પોતાની 8 વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો હોવા છતાં પણ તે ભાઈને પોતાની કિડની આપીને બચાવવા માટે તૈયાર થઇ ગઈ.

ભુપિન્દ્ર સિંહના પિતાએ કહ્યું કે,”મને પોતાના પર ગર્વ થઇ રહ્યો છે કે રાજવીન્દ્ર કૌર અમારી વહુ છે. તેમણે ભાઈ-બહેનના સંબંધની એક અનોખી મિસાલ કાયમ કરી છે.તેના જેટલા વખણા કરીયે તેટલા ઓછા છે હું તેને સલામ કરું છું”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks