વાંદરાએ કોલ્ડડ્રીંકનો એક ઘૂંટડો પી લીધો અને પછી તેની થઇ એવી હાલત કે વીડિયો જોઈને પેટ પકડી લેશો

ગરમીની સીઝનમાં ઠંડુ પીણું પીવું ઘણા લોકોને ગમતું હોય છે, ભારતની અંદર કોલ્ડડ્રીંકની ઢગલાબંધ બ્રાન્ડ છે. ઘણી કોલ્ડડ્રીંક એવી પણ હોય છે જે મગજના તાર ઝણઝણાવી દે છે, આવી સ્ટ્રોંગ કોલ્ડડ્રીંક પીવાના પણ ઘણા લોકો શોખીન હોય છે, પરંતુ જો આ કોલ્ડ્રીંક કોઈ પ્રાણી પી લે તો ? એની શું હાલત થાય ?

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વાંદરો કોલ્ડ્રીંક પીતો નજર આવી રહ્યો છે. વાંદરાને તો કોલ્ડ્રીંકનો સ્વાદ પણ ખબર નથી હોતો અને એવામાં જો તે કોલ્ડડ્રીંક પી લે તો તેની શું હાલત થાય છે તે આ વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વાંદરો છતની રેલિંગ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં કોલ્ડડ્રીંકની બોટલ દેખાય છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે વાંદરાના હાથમાં જે ઠંડા પીણાંની બોટલ છે તેમાં કોલ્ડ્રીંક થોડી બાકી છે. જેના બાદ વાંદરો બોટલને મોઢે લગાવીને વાંદરો એક ઘૂંટ મારે છે.

 

View this post on Instagram

 

A post shared by Cloth hutt (@cloths_huttz)

પરંતુ પછી થાય છે એવું કે લોકોનું હસવું નથી રોકાઈ રહ્યું, જેવો જ વાંદરો કોલ્ડડ્રીંકનો ઘૂંટડો મારે છે કે તરત તેનું દિમાગ સુન્ન થઇ જાય છે. જેના બાદ તે બોટલને તરફ નીચે ફેંકી દે છે. આ વીડિયોને જોયા બાદ તમારું હસવું પણ તમે રોકી નહીં શકો. સોશિયલ મીડિયામાં આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel