શ્રીનગરમાં જેકી શ્રોફ સાથે ફાઇટ કરતો જોવા મળ્યો અજય દેવગન, સિંઘમનું શૂટિંગ જોવા સેંકડો લોકો દોડી આવ્યા, જુઓ વીડિયો

દેશવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈને બેસી રહ્યા છે એવી “સિંઘમ અગેન” ફિલ્મનું શૂટિંગ થયું શરૂ, જોવા મળ્યો અજય અને જેકી દાદાનો એક્શન લુક, જુઓ વીડિયો

Singham Again Shooting Srinagar : રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2024ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે, આ ફિલ્મના સેટ પરથી અત્યાર સુધીમાં ઘણા પોસ્ટર અને તસવીરો વાયરલ થઈ ચૂકી છે. પરંતુ હવે પોલીસ યુનિફોર્મમાં એક્શન અવતારમાં અજય દેવગનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે શ્રીનગરનો હોવાનું કહેવાય છે.

આ વીડિયો જોયા બાદ ચાહકોમાં ફિલ્મની રિલીઝને લઈને ઉત્તેજના વધી ગઈ છે. ચાહકો હવે જોવા માંગે છે કે ટ્રેલર ક્યારે જોવા મળશે. એક્સ યુઝરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં અજય દેવગન સિંઘમ અવતારમાં રોડની વચ્ચે એક્શન કરતો જોઈ શકાય છે. ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે કોઈ ફિલ્મના શૂટિંગની છે.

વીડિયોમાં અજય દેવગન સાથે જેકી શ્રોફ જોવા મળી રહ્યો છે. બંનેનું આ ફાઇટિંગ સીન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા છે.  આ વીડિયોને શેર કરતી વખતે એક્સ યુઝરે કેપ્શનમાં લખ્યું, અજય દેવગન શ્રીનગરમાં સિંઘમ 3નું શૂટિંગ કરી રહ્યો છે. કાશ્મીરમાં બોલિવૂડની હાજરી ખીણનો જાદુ મોટા પડદા પર લાવી રહી છે.

આ પહેલા સિંઘમ અગેઈનમાં વિલનનો રોલ કરવા જઈ રહેલા અર્જુન કપૂરના લુકની તસવીરો સામે આવી હતી. ફોટોમાં અર્જુન કપૂર કુર્તા અને ધોતી પહેરેલો જોવા મળ્યો હતો. આ લુકની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેના સોલિડ અવતારને જોવા માટે માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.

Niraj Patel