વધુ એક દુ:ખદ સમાચાર :સિંગરનું થયુ નિધન, ‘Race’ અને ‘તુમ બિન’ જેવી ફિલ્મો માટે ગાયા હતા ગીત

90ના દાયકાના સુપરસ્ટાર સિંગર તરસેમ સિંહ સૈની ઉર્ફે તાજે 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. ખબર છે કે લિવર ફેલ્યોરને કારણે તે કોમામાં ચાલ્યા ગયા હતા. વર્ષ 1989માં આવેલ આલ્બમ હિટ ધ ડેક બાદ તાજ ચર્ચામાં આવી ગયા હતા અને તેઓ પોપ બૈંડ સ્ટીરિયો નેશનના લીડ સિંગર હતા. આ બૈંડ વર્ષ 1996માં બનાવવામાં આવ્યુ હતુ જે ક્રોસ કલ્ચરલ એશિયલ ફ્યુઝન હતુ. તેમણે 90ના દાયકામાં ઘણા સુપરહિટ ગીતો ગાયા હતા. તાજે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું.

તેમણે ફિલ્મ તુમ બિનનું ગીત ‘દારૂ વિચ પ્યાર’ અને ફિલ્મ ‘કોઈ મિલ ગયા’નું ‘ઈટ્સ મેચ’ અને ‘રેસ’નું ‘મુઝપે તો જાદુ’ તેમની સિદ્ધિઓમાંનુ એક હતુ. તાજના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઘણા ચાહકો અને સેલિબ્રિટીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.’નાચેંગે સારી રાત’ ફેમ સિંગર તાજ તરીકે પ્રખ્યાત હતા. તેમણે 29 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર, તે હર્નિયાથી પીડિત હતા અને લીવર ફેલ થવાને કારણે કોમામાં ચાલ્યા ગયા હતા, ત્યારબાદ તેમનું મોત થયું હતું.

તેમના અવસાનના સમાચાર મળતા જ મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજને બે વર્ષ પહેલા હર્નિયાની સર્જરી કરાવવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે સર્જરી મોકૂફ રાખવામાં આવી હતી. જેના કારણે તેમની તબિયત બગડી અને તે કોમામાં ચાલ્યા ગયા. આ વર્ષે માર્ચમાં તેઓ કોમામાંથી બહાર આવ્યા હતા અને તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો.

ત્યારબાદ 23 માર્ચે પરિવાર વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. 23 માર્ચ 2022ના રોજ તાજના બેન્ડ સ્ટીરિયો નેશનના ઓફિશિયલ હેન્ડલ પરથી તેમની હેલ્થ અપડેટ આપવામાં આવી હતી. તેમાં માહિતી આપતા તેમણે કહ્યું કે, ‘તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તાજ સર હવે કોમામાં નથી. તેમની તબિયતમાં દરરોજ સુધારો જોવા મળી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં તમારા સમર્થન અને પ્રાર્થના માટે તેમનો પરિવાર તમારા બધાનો આભાર માનવા માંગે છે. જ્યારે વધુ સારા સમાચાર મળશે, ત્યારે પરિવાર તમને તેના વિશે જાણ કરશે.

તમારી સકારાત્મક વિચારસરણી બદલ આપ સૌનો આભાર. ફિલ્મ પ્રોડ્યુસર ગુરિન્દર ચઢ્ઢાએ એક પોસ્ટ પોસ્ટ કરી છે.પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘બ્રિટિશ એશિયન મ્યુઝિક લેજેન્ડના મોતના સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું. પ્રથમ વખત #HitTheDeck સાંભળ્યા પછી મને જે ઉત્તેજનાનો અનુભવ થયો તેની તમે કલ્પના પણ કરી શકતા નથી.’ પેપરાજી વિરલ ભયાણીએ પણ તાજના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને શોક વ્યક્ત કર્યો છે.’ગલ્લા ગોરિયાં’, ‘નાચેંગે સારી રાત’ અને ‘પ્યાર હો ગયા’ તેમની કેટલીક અદભૂત રચનાઓ છે.

Shah Jina