BREAKING : લતા મંગેશકર પછી વધુ એક મહાન ગાયિકાનું થયું નિધન…પદ્યશ્રી એવોર્ડ ઠુકરાવ્યો હતો

બોલીવુડના દિગ્ગજ સિંગર લતા મંગેશકરનું ૬ ફેબ્રુઆરીએ દુઃખદ અવસાન થયું હતું, હવે સમાચાર મળી રહ્યા છે કે સિંગર સંધ્યા મુખરજીને સવારમાં હાર્ટ એટેક આવ્યો હતો તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું છે. મંગળવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ડોક્ટરના અથાગ પ્રયાસો છતા પણ તેમને બચાવી શકાયા નહોતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં સરકાર દ્વારા ઓફર કરવામાં આવેલા પદ્યશ્રી એવોર્ડ લેવાનો ઈન્કાર કરીને તેઓ ચર્ચામાં આવ્યાં હતા. નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારના અધિકારીઓએ જ્યારે એવોર્ડ માટે તેમને ફોન કરીને મંજૂરી માગી ત્યારે તેમણે ધડ દઈને ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ એવોર્ડ લેવા માગતા નથી.

સેનગુપ્તાએ કહ્યું કે તેઓ 90 વર્ષના હતા અને તેમની સંગીત સાધના આઠ દાયકામાં ફેલાયેલી છે. તેઓ ઈન્ડીયન પ્લેબેક સિંગર અને સંગીતકાર હતા. બંગાળી સંગીતમાં તેમનો જોડો જડે તેવો નહોતો. 2011માં તેમને પશ્ચિમ બંગાળના સૌથી મોટો સિવિલિયન એવોર્ડ બંગા વિભૂષણથી નવાજવામાં આવ્યાં હતા.

1970માં જય જયંતિ અને નિશી પદ્મ જેવી ફિલ્મોમાં પોતાના ગીતો માટે બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ તેમને એનાયત થયો હતો. આ સિંગરે ઓછામાં ઓછી 17 હિંદી ફિલ્મોમાં પણ પ્લેબેક સિંગર તરીકે પોતાનો અવાજનો જાદુ પાથર્યો હતો.

YC