BREAKING : KKના માથામાં ઈજાના હોવાની ચર્ચા વચ્ચે PM રિપોર્ટમાં મૃત્યુનો મોટો ખુલાસો

ગઈકાલે રાત્રે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ પછી બોલિવૂડના દિગ્ગજ સિંગર કૃષ્ણ કુમાર કુન્નથ એટલે કે કેકે નું અવસાન થયું હતું. 31 મેની રાતે આ સમાચાર સાંભળીને લાખો ફેન્સને આઘાત લાગ્યો હતો. કેકે નઝરુલ કોલકાતામાં સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા. શો દરમિયાન તેમની તબિયત સારી ન હતી અને બેચેની થઈ રહી હતી.

આ સ્થિતિમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આ સિંગરના મૃત્યુનું કારણ હાર્ટ અટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. કેકેના અંતિમ સંસ્કાર આવતીકાલે (2 જૂન) મુંબઈમાં કરવામાં આવશે.

ટાઇમ્સ નાઉના મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંગરનો PM શરૂઆતના રિપોર્ટ પ્રમાણે, KK ને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. ત્યાંની SSK ગર્વેમેન્ટ હોસ્પિટલમાં કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દોઢ કલાક ચાલ્યું હતું અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક રિપોર્ટમાં એ વાત લખવામાં આવી છે કે એક્ટરને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને તેને કારણે લીવર તથા ફેફસાંની સ્થિતિ ગંભીર બની હતી. સિંગરનો પાર્થિવ દેહ બુધવારે રાત્રે લગભગ 9 વાગે મુંબઈ લાવવામાં આવશે અને ત્યારબાદ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેકેની અંતિમ ઝલક માટે બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો પણ હોઈ શકે છે.

તમામ સિંગર્સથી લઈને સલમાન ખાન જેવા સ્ટાર્સ પણ અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે.બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકેના નિધન પર કુમાર સાનુએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યુ’આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. કેકે અમારી સાથે નથી તેની કલ્પના પણ કરી શકાતી નથી.

હાજર રહેલા ગાયકોમાં સૌથી સક્ષમ ગાયક કે.કે. તે તમામ પ્રકારના ગીતો ગાઈ શકતો હતો. તેમનો સ્વભાવ ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો. ખબર નહીં કેવી રીતે થયું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટી ખોટ છે. ફિલ્મ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે ટ્વિટ કર્યું, ‘મારો નાનો ભાઈ. અમે દિલ્હીથી સાથે આવ્યા હતા. અમારો પહેલો બ્રેક, પહેલી ફિલ્મ, પહેલી સફળતા મળીને ‘માચીસ’. જણાવી દઇએ કે, કેકે મુંબઈ તેની પત્ની અને 2 બાળકો સાથે કે વર્સોવા વિસ્તારમાં પાર્ક પ્લાઝા કોમ્પ્લેક્સમાં રહેતા હતા.

KKના અવસાનથી દુઃખી ઇમરાને ટ્વીટ કર્યું, ‘તેમનો અવાજ અને પ્રતિભા અન્ય કોઈ જેવી નથી…તેના દ્વારા ગાયેલા ગીતો પર કામ કરવું હંમેશા ખૂબ જ ખાસ છે. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો કેકે અને તમારા ગીતો માટે પ્રેમ. આના દ્વારા હંમેશ માટે જીવશે. RIP લિજેન્ડ. આ ઉપરાંત પ્રખ્યાત સિંગર શાને લખ્યું, ‘KK હંમેશા એક અમર છોકરો રહેશે, જેણે મોટો થવાનો ઇનકાર કર્યો હતો.

તેણે સાદગી સાથે જીવન જીવવાનું ચાલુ રાખ્યું હતું’. KKના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતા મમતા બેનર્જીએ એક નિવેદન જાહેર કર્યું હતુ. KKએ બોલીવુડના સિરિયલ કિસર ઈમરાન હાશ્મીની મોટા ભાગની ફિલ્મોમાં પોતાની અવાજ આપી છે. તેમના બ્લોકબસ્ટર્સમાં સોગ્સમાં ‘તુ હી મેરી શબ હૈ’ (ગેંગસ્ટર), ‘જરા સા’ (જન્નત), ‘દિલ ઇબાદત’ (તુમ મિલે) અને ઘણી વધુ મુવીઝનો સમાવેશ થાય છે.

સિંગરને યાદ કરીને ઇમરાને ટ્વિટ કરીને કહ્યું કે, તેમના જેવી અવાજ અને પ્રતિભા અન્ય કોઈની નથી…તેમના દ્વારા ગાયેલા ગીતો પર કામ કરવું હંમેશાથી ખૂબ જ ખાસ રહ્યું છે. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો કેકે અને તમારા ગીતો દ્વારા તમે હંમેશ માટે જીવંત રહેશો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ SSKM હોસ્પિટલમાં KKનું પોસ્ટમોર્ટમ ઈન્દ્રાણી દાસ, ફોરેન્સિક મેડિસિન ચીફ ડો. અભિષેક ચક્રવર્તી અને ડો. સાયક શોભન દત્ત દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે હાર્ટ પેશન્ટ માટે 3 કલાક મહત્વપૂર્ણ હોય છે,

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

જેને સિંગરે અવગણ્યું. જ્યારે તેને પહેલાથી જ તકલીફ થઈ રહી હતી. ડોક્ટરના અનુસાર મુજબ કેકેને 3 કલાક પહેલા પેશાબના ચિહ્નો મળ્યા હતા. મંગળવારે સવારે તેણે પેટમાં દુખાવાની ફરિયાદ પણ કરી હતી. તેણે તેની પત્નીને પણ આ વાત કહી હતી. 30 મેના રોજ તેણે તેની પત્નીને હાથ અને ખભામાં દુખાવાની વાત કહી હતી. પ્રારંભિક અહેવાલો મુજબ કેકેનું હાર્ટ પમ્પિંગ નિષ્ફળતાને કારણે મૃત્યુ થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

YC