સિંગર કેકે થયા પંચમહાભૂતમાં વિલીન, દીકરા નકુલે પકડી દોણી- સેલેબ્સે ભીની આંખે આપી વિદાય

‘હમ રહે યા ના રહે કલ…’ જેવા શાનદાર ગીતો ગાઈને લોકોના દિલમાં સ્થાન મેળવનાર સિંગર કેકે આ દુનિયામાંથી હંમેશ માટે વિદાય લઇ રહ્યા છે. કેકેની તબિયત બગડતાં 31 મેની રાત્રે કોલકાતામાં એક કોન્સર્ટમાં તેમનું અવસાન થયું હતું. કેકેના આજે 2 જૂને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેકેનો પાર્થિવ દેહ ગઇકાલે જ કોલકાતાથી મુંબઇ લાવવામાં આવ્યો હતો અને આજે તેને પાર્ક પ્લાઝામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. કેકેના અંતિમ દર્શન માટે ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ આવી હતી.

એક વાગે ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી. વર્સોવાના હિંદુ સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા નકુલે મુખાગ્નિ આપ્યો હતો.બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો કેકેને વિદાય આપવા પહોંચ્યા હતા. પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણ પણ કેકેની અંતિમ ઝલક માટે પહોંચ્યા હતા. ફેમસ સિંગર્સ રાહુલ વૈદ્ય અને તોશી સાબરી પણ તેમના ફેવરિટ સિંગરને અંતિમ વિદાય આપવા પહોંચ્યા છે. કેકેના અવસાનથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ખૂબ જ દુઃખી છે. કેકેના મૃતદેહને વર્સોવા હિન્દુ સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો છે.

સિંગરના અંતિમ સંસ્કાર માટે તેમની અંતિમ યાત્રા તેમના ઘરેથી નીકળી હતી. દરેકે ભીની આંખો છે અને હૃદયમાં ઊંડી વેદના છે. બોલિવૂડના પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્ય અને જાવેદ અલી તેમના મિત્ર અને પ્રખ્યાત ગાયક કેકેના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સિંગર સલીમ મર્ચન્ટ પણ કેકેના ઘરે પહોંચ્યા હતા. કેકેના અંતિમ સંસ્કાર પહેલા સિંગરની પુત્રીએ તેના પિતાને યાદ કર્યા હતા. કેકેની પુત્રી તમારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર છેલ્લી ઝલક પોસ્ટ શેર કરીને કેકે પર પ્રેમ વરસાવ્યો છે.

તમારાએ કેકેના ફોટો સાથે કેપ્શનમાં લખ્યું- “લવ યુ ફોરએવર પપ્પા”…રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સિંગરને CPR આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. તે હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જણાવી દઇએ કે કેકેના કપાળ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જે બાદ અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સ્પષ્ટ થયું છે.

આ પછી આવી તમામ થિયરીઓ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. કેકે તેમના લાઇવ કોન્સર્ટ માટે કોલકાતા, પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જે કોલેજમાં કોન્સર્ટ યોજાયો હતો, ત્યાં ક્ષમતા કરતાં વધારે પબ્લિક ઓડિટોરિયમમાં હતી. જેના કારણે ભારે ગરમી હતી. કેકે ઘણી વખત પોતાનો પરસેવો લૂછતો પણ જોવા મળ્યો હતો, સાથે તે એસી ન ચાલવાની ફરિયાદ પણ હતી. આ કોન્સર્ટ પછી તેમની તબિયત બગડવા લાગી.

તે અચાનક હોટલમાં બેભાન થઈને પડી ગયો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ કેકેને મૃત જાહેર કર્યો.કેકેના મૃત્યુ બાદ સમગ્ર સંગીત જગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. તેમના પ્રિયજનો અને ચાહકો માની શકતા નથી કે કેકે હવે તેમની વચ્ચે નથી. તેમના નિધન પર પીએમ મોદી સહિત આખા બોલિવૂડે ટ્વિટ કરીને તેમને યાદ કર્યા છે.

કેકેની અંતિમ યાત્રામાં તેમના અનેક ચાહકો સામેલ થયા હતા.આ દરમિયાન ચાહકો ખૂબ ભાવુક પણ જોવા મળ્યા હતા. કેકેની અંતિમ યાત્રામાં કેકે અમર રહેના નારા પણ લાગ્યા હતા. કેકેના અંતિમ દર્શન માટે પ્લેબેક સિંગર હરિહરન પણ પહોંચ્યા હતા.આ દરમિયાન તેમના મોંમાંથી શબ્દો પણ નીકળી રહ્યા ન હતા અને તેઓ મીડિયાને જોઇ હાથ જોડી આગળ વધી ગયા હતા. કેકેના જવાથી પૂરી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાયેલો છે.

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી લઇને ફિલ્મી સ્ટાર્સ સુધી બધાની આંખો નમ હતી.કેકેને શ્રદ્ધાંજલિ આપતા આર માધવને ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેમણે લખ્યુ હતુ કે, આજે મેં મારો અવાજ ખોઇ દીધો. માધવન માટે કેકેએ રહેના હે તેરે દિલ મેં નું સચ કહે રહા હે દીવાના ગાયુ હતુ. જે માધવનના કરિયરના સૌથી હિટ ગીતમાંનુ એક છે. સિંગરના અંતિમ સંસ્કાર વર્સોવા શ્મશાન ઘાટમાં થયા. પરિવાર અને મિત્રોની હાજરીમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી. તેમના અંતિમ સંસ્કારમાં ઘણા સિંગર્સ પહોંચ્યા હતા. હવે તેઓ આયોજન સ્થળથી નીકળવા લાગ્યા છે.

મુંબઇ પોલિસે કેકેના ઘર બહાર ચુસ્ત સુરક્ષા રાખી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર કેકેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે સિંગરને લાંબા સમયથી હ્રદય સંબંધી સમસ્યા હતી. એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ બુધવારે જાણકારી આપી હતી. તેમણે કહ્યુ- પ્રારંભિક રીપોર્ટમાં ખબર પડી છે કે સિંગરની મોત હ્રદયની માંસપેશિયોના રક્ત પ્રવાહની રૂકાવટને કારણે થઇ. તેમની મોત પાછળ કોઇ સાજિશ નથી. તપાસમાં એ પણ સામે આવ્યુ છે કેસિંગરને લાંબાં સમયથી હ્રદય સંબંધી સમસ્યા હતી.

સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકેનું મંગળવારે રાત્રે કોલકાતામાં અવસાન થયું. કેકેએ 53 વર્ષની વયે અચાનક આ દુનિયાને એવી રીતે અલવિદા કહી દીધું કે પરિવારની સાથે સાથે મિત્રો અને ચાહકોનું દિલ તૂટી ગયું. પોતાના ભાવપૂર્ણ અવાજથી દરેકના હૃદયમાં પોતાનું સ્થાન બનાવનાર કેકેએ આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી અને તેમના શ્રેષ્ઠ ગીતો પાછળ છોડી ગયા જે પેઢીઓ સુધી સાંભળવામાં આવશે. કેકેનું નિધન કોલકાતામાં કોન્સર્ટ બાદ થયુ હતુ. કોલકાતાની ગુરુદાસ કોલેજના નઝરુલ મંચ ખાતે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

લગભગ એક કલાક સુધી ગીતો ગાયા પછી જ્યારે કેકે તેમની હોટેલ પરત ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા, જોકે તેમની તબિયત કોન્સર્ટથી જ બગડવા લાગી હતી. પરંતુ હોટલમાં આવ્યા બાદ તેમની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ગઇકાલના રોજ કોલકાતાથી તેમનો મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યો હતો જ્યાં આજે વર્સોવા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official)

પશ્ચિમ બંગાળ સરકારે કેકેના મૃતદેહને બંદૂકની સલામી આપીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને તેમને કોલકાતાથી વિદાય આપી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાર્યવાહીની દેખરેખ રાખી દિવંગત ગાયકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, કેકેના પાર્થિવ દેહને થોડો સમય માટે રવીન્દ્ર સદનમાં રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કેકેના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.

Shah Jina