ગાયક કેકેના પાર્થિવ દેહને લેવા માટે કોલકાત્તા પહોંચ્યો પરિવાર, CM એ કેકેની પત્ની સાથે કરી વાત, જુઓ તસવીરો

‘વોઈસ ઓફ લવ’ કૃષ્ણ કુમાર કુન્નાથ ઉર્ફે કેકે હવે આ દુનિયામાં રહ્યા નથી. ગાયક કેકેનું 31 મે 2022ના રોજ કોલકાતામાં મધ્યરાત્રિએ અવસાન થયું હતુ. હાર્ટ એટેકને કારણે કેકેએ અંતિમ શ્વાસ લીધા. સિંગર કેકે કોલકાતામાં લાઈવ કોન્સર્ટ કરી રહ્યો હતો. તે બે દિવસ કોલકાતામાં હતો અને પરિવારના સભ્યો પણ તેની સાથે ન હતા પરંતુ કેકેને શું ખબર હતી કે તે તેના પરિવાર પાસે પાછો ફરી શકશે નહીં.

કેકેનો પરિવાર બુધવારે સવારે કોલકાતા પહોંચ્યો હતો. કોલકાતા એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ હાલમાં એક ખાનગી હોટલમાં જઈ રહ્યા છે. તો પોલીસે હાલમાં અપ્રાકૃક મૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસ કેકેના મૃત્યુના સંદર્ભમાં આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું “ઉત્કર્ષ 2022”. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું.

કેકેના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “તેમના પરિવારને દરેક મદદ કરવામાં આવશે.” મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું કે, “KKના આકસ્મિક અને અકાળે અવસાનથી આઘાત અને દુઃખી. તેના પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવા માટે મારા સાથીદારો ગઈકાલે રાતથી કામ કરી રહ્યા છે. મારી ઊંડી સંવેદના.”

કેકેની ડેડ બોડી હાલમાં કોલકાતાની સીએમઆરઆઈ હોસ્પિટલમાં છે અને ત્યાંથી તેને પોસ્ટમોર્ટમ માટે એસએસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. કે.કે.ના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમાચાર મળતાં જ તેમનો પરિવાર કોલકાતા જવા રવાના થઈ ગયો હતો. કેકેના મૃતદેહને થોડીવારમાં મુંબઈ લાવવામાં આવશે, જો કે અંતિમ સંસ્કાર અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેકેની પત્ની સાથે વાત કર્યા બાદ જાહેરાત કરી હતી કે “પશ્ચિમ બંગાળ સરકાર કોલકાતા એરપોર્ટ પર ગાયક કેકેને સલામી આપશે.” કોલકાતાના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મુરલીધર શર્મા ધ ઓબેરોય ગ્રાન્ડ પહોંચ્યા છે, જ્યાં ગાયક કે.કે. શહેરમાં લાઈવ પર્ફોર્મન્સ આપ્યા બાદ ગઈકાલે રાત્રે ગાયકનું નિધન થયું હતું.

Niraj Patel