લાઈવ પ્રોગ્રામમાં જ થઇ હતી કેકેની તબિયત ખરાબ, છેલ્લા શબ્દોમાં કહ્યું હતું આવું

મનોરંજન જગતમાંથી એક ખુબ જ દુઃખદ ખબર આજે સામે આવી છે, પ્રખ્યાત ગાયક કેકેનું નિધન થઈ ગયું છે. થોડા દિવસ પહેલા જ પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની પણ ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી, સિદ્ધુના નિધનના શોકમાંથી હજુ ચાહકો બહાર નહોતા આવ્યા ત્યાં જ તેમને ગઈકાલે રાત્રે કેકેના નિધનની ખબર મળતા જ ઝટકો લાગ્યો હતો.

નઝરુલ સ્ટેજ પર ઉલ્ટાડાંગા ગુરુદાસ મહાવિદ્યાલયના સંગીતના પર્ફોર્મન્સ દરમિયાન ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું બીમાર પડતાં નિધન થયું હતું. મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું કે સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન તે બીમાર પડી ગયો હતો. કેકે સ્ટેજ પર વારંવાર કહી રહ્યા હતા કે તેમની તબિયત સારી નથી. તે સ્પોટલાઇટ બંધ કરવાનું કહી રહ્યો હતો. કેકે રાત્રે 8:30 વાગ્યે લાઈવ કોન્સર્ટ પૂરો કરીને હોટેલ પરત ફર્યા.

જ્યાંથી તેને અલીપોરની સીએમઆરઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે તેની તબિયત બગડવાના સમાચાર હતા. બાદમાં તેની તપાસ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે તે મોતને ભેટ્યો છે. હોસ્પિટલના વરિષ્ઠ તબીબો હોસ્પિટલ પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર છે.

 

View this post on Instagram

 

A post shared by Soyel! 🦋❤ (@cutee_boy_soyel)

કેકેએ માચીસ (છોડ આયે હમ વો ગલિયાં) દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. નિર્દેશક શ્રીજીત મુખર્જીએ પણ ગુલઝાર સાથે માચીસ (ગીત નિર્માણ)ની એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ તેનું સંપૂર્ણ બોલિવૂડ ડેબ્યુ હમ દિલ દે ચૂકે સનમનું ગીત તડપ તડપ કે માનવામાં આવે છે. તેમનું સૌથી લોકપ્રિય મ્યુઝિક આલ્બમ ‘પાલ’ છે. તેમનું ગીત મુઠ્ઠીભર નોસ્ટાલ્જીયા જેવું છે. કેકેની આ રીતે અચાનક વિદાયને ચાહકો સ્વીકારી શકતા નથી. મંગળવારે રાત્રે સમગ્ર ભારતીય સંગીત જગત પર શોકની લહેર છવાઈ ગઈ હતી.

Niraj Patel