પરસેવાથી રેબઝેબ 53 વર્ષની નાની ઉંમરે મૃત્યુ પામેલા KK નો અંતિમ વીડિયો આવ્યો સામે, જોઈને રડી પડશો

ખચોખચ ભરેલા હોલમાં AC માં વારંવાર લૂછી રહ્યા હતા પરસેવો અને પી રહ્યા હતા પાણી, લાઈવ શો ખતમ થતા જ KK ને ખબર પડી ગઈ હતી…..જુઓ વીડિયોમાં સીધો હોસ્પિટલ દોડ્યો પણ…

મંગળવારના રોજ એવી ખબર આવી કે જેણે ના માત્ર ઇન્ડસ્ટ્રીની આંખો નમ કરી દીધી પરંતુ પૂરા દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા. સિંગર કેકે નથી રહ્યા. આ શબ્દોએ તો ના જાણે કેટલા લોકોનું દિલ તોડી દીધુ. કોઇએ વિચાર્યુ ન હતુ કે લાઇવ કોન્સર્ટમાં “હમ રહે યા ના રહે કલ’ ગીત ગાતા ગાતા આ સિંગર સાચે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો જશે. કોલકાતાના ઉલ્ટાડાંગામાં ગુરુદાસ મહાવિદ્યાલયના નજરુલ મંચ પર કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથને હાર્ટ એટેક આવ્યો. જો કે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ સ્ટેજ પર તેમના પરફોર્મન્સ દરમિયાન બીમાર થઈ ગયા હતા. આ પછી તેમણે સ્પોટલાઇટ બંધ કરવાનું કહ્યું. તે વારંવાર કહી રહ્યા હતા કે તેની તબિયત સારી નથી અને તેને ગરમી લાગી રહી છે. આ પછી તે હોટલ ગયો, પરંતુ સીડી ચડતી વખતે અચાનક પડી ગયો. આ પછી તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યો, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું. સમાચાર સાંભળીને પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અરૂપ વિશ્વાસ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યું, ‘હું ઓફિસથી ઘરે આવી રહ્યો હતો ત્યારે મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો. મેં સાંભળ્યું કે તેને અહીં મૃત લાવવામાં આવ્યો હતો. હું તેના પરિવાર સાથે વાત કરી રહ્યો છું, જેઓ મુંબઈથી આવી રહ્યા છે.

મંગળવારે નઝરુલ મંચના KK લાઈવ શોના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. કાર્યક્રમમાં હાજર ઘણા લોકોનું કહેવું છે કે કેકેને સ્ટેજ પર પરસેવો વળી રહ્યો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તે કાર્યક્રમ દરમિયાન બીમાર હતો ? ઈવેન્ટના આયોજનના મેનેજમેન્ટને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. એસી બંધ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સમારંભની શરૂઆતથી અંત સુધી કેકે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા, પરંતુ વારંવાર તેઓ સ્ટેજની પાછળ મૂકેલા ટેબલ પર રૂમાલ વડે પરસેવો લૂછતા અને પાણી પીતા જોવા મળ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટેજ પર બાજુમાંથી કોઈએ હિન્દીમાં કહ્યું, “બહુત ગરમી હૈ.”

કલાકારે તેની તરફ જોયું અને સંમત થતો જણાયો. પછી તેણે એક તરફ ઈશારો કર્યો અને સ્ટેજ પરની લાઈટો તરફ ઈશારો કરીને કહ્યું, “તેને બંધ કરો.” પછી ફરીથી ગીત ગાયુ. કેકેના આકસ્મિક અવસાન બાદ ઘણા લોકોએ થિયેટરમાં ભીડ પર સવાલો ઉઠાવ્યા હતા. ગુરુ નાનક ઈન્સ્ટિટ્યૂટના એક વિદ્યાર્થી અનુસાર, “ત્યાં ભારે ભીડ હતી.” ઘણા લોકો બહાર ઊભા હતા. એવું લાગતું હતું કે એસી કામ કરતું નથી.” ત્યાં જ કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે હોલનો દરવાજો ખુલ્લો હોવાથી એર કંડિશનર બરાબર કામ કરી રહ્યુ ન હતુ.

હાલમાં જ વધુ એક ચોંકાવના૨ા ખુલાસો થયો છે કે શું કેકેનો જયાં આ પ્રોગ્રામ ઓર્ગેનાઈઝ હતો ત્યા AC બ૨ાબ૨ કામ નહોતું ક૨તું અને તેને કા૨ણે ગ૨મી અનુભવતા કેકનું હૃદય બંધ પડી ગયું હતું ? આ સવાલના જવાબમાં ડોકટ૨ વિનિતા અગ્રવાલ કહે છે કે કેકેની મોતનું ખ૨ું કા૨ણ શું છે તે તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો કે આ પ્રકા૨ના રિપોર્ટમાં દાવો ક૨વામાં આવી ૨હયો છે કે કોન્સર્ટ ઈનડો૨ હતી અને ત્યાં ભીડ પણ હતી,

હોલની કેપીસીટી ક૨તા ડબલ માણસો આવી ગયા હતા. ડો.વિનિતા કહે છે ગ૨મી દ૨મિયાન વધુ ભીડવાળી જગ્યા પ૨ હૃદય૨ોગના દર્દીઓ જાય અને ત્યાં જો સા૨ું વેન્ટીલેશન (હવાની અવ૨જવ૨) ન હોય તો શ્વાસ રૂંધાય છે જેથી હૃદય ઝડપથી ધડક્વા લાગે છે. રિપોર્ટ મુજબ કેકે જે કાર્યક્રમ દ૨મિયાન પણ સા૨ું નહોતું લાગતું તેને બેચેની થઈ ૨હી હતી અને પ૨સેવો વળી ૨હયો હતો. ઈન્ડો૨ હોલમાં ક્ષમતા ક૨તા ડબલ પબ્લિક હતી,

એસી પણ બ૨ાબ૨ કામ નહોતું. દર્શકોની સાથે સાથે કેકે પણ ગ૨મી અનુભવતા હતા. એક્વા૨તો કેકેએ આયોજકોને લાઈટ ઓછી ક૨વાનું પણ કહેલું તો શું વધુ ગ૨મીના કા૨ણે કેકેને કાર્ડિયાક એ૨ેસ્ટ થયો હતો તેવા પ્રશ્નો ઉઠયા છે. ટાઇમ્સ નાઉના મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંગરનો PM શરૂઆતના રિપોર્ટ પ્રમાણે, KK ને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. ત્યાંની SSK ગર્વેમેન્ટ હોસ્પિટલમાં કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દોઢ કલાક ચાલ્યું હતું અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક રિપોર્ટમાં એ વાત લખવામાં આવી છે કે એક્ટરને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને તેને કારણે લીવર તથા ફેફસાંની સ્થિતિ ગંભીર બની હતી. સિંગરનો પાર્થિવ દેહ બુધવારે રાત્રે લગભગ 9 વાગે મુંબઈ લાવવામાં આવશે અને ત્યારબાદ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેકેની અંતિમ ઝલક માટે બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો પણ હોઈ શકે છે.

તમામ સિંગર્સથી લઈને સલમાન ખાન જેવા સ્ટાર્સ પણ અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે.બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકેના નિધન પર કુમાર સાનુએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યુ’આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. કેકે અમારી સાથે નથી તેની કલ્પના પણ કરી શકાતી નથી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ SSKM હોસ્પિટલમાં KKનું પોસ્ટમોર્ટમ ઈન્દ્રાણી દાસ, ફોરેન્સિક મેડિસિન ચીફ ડો. અભિષેક ચક્રવર્તી અને ડો. સાયક શોભન દત્ત દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે હાર્ટ પેશન્ટ માટે 3 કલાક મહત્વપૂર્ણ હોય છે.

Shah Jina